આલુ સેવ નાના મોટા દરેકને ભાવતી જ હોય છે. એટ્લે મોટાભાગના ઘરોમાં આલુ સેવ તો જોવા મળતી જ હશે. આ બાળકોને લંચ બોક્સમાં આપવાથી લઈને ઘરે આવેલ મહેમાનના સ્વાગતમાં નાસ્તા રૂપે પણ સર્વ કરી શકાય છે. તો આજે અમે તમને વિડિયો સાથે અને ફોટા સાથેની આલુ સેવ ઘરે કેવી રીતે બનાવવાની એની પરફેક્ટ રીત જણાવવા જઈ રહ્યા છીએ. બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને, બધા તમારા વખાણ કરતાં નહી થાકે એવા જોરદાર નમકીન ટેસ્ટની બનશે. બધા ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે.
સામગ્રી
- બાફેલા બટાકા ૩ નંગ
- બેસન ૧ કપ
- ચોખા નો લોટ ૧ ચમચી
- આમચૂર પાવડર ૧/૪ ચમચી
- લાલ મરચું ૧/૪ ચમચી
- હળદર પાવડર ચપટી
- હિંગ ચપટી
- તેલ તળવા માટે
- ચાટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
રીત
• સૌપ્રથમ ૩ બટાકા કે બાફી લો અને એની સ્કિન કાઢી નાકો પછી એને આદુ છીનવાની છીની થી છીની નાખો
• ત્યાર પછી એક મોટું વાસણ લઇ લો લોટ બાંધવા માટે એમાં બેસન ચોખાનો લોટ મસાલા એડ કરી ને લોટ બાંધી લો
• પાણી રેડવાનું નથી જો તમને લાગે કે બૌ કોરો લોટ છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો બાફેલા બટાકા ના ભીનાશ થી જ લોટ બંધાઈ જશે
• લોટ બંધાય જાય એટલે સેવ પાડવાનો સંચો લઇ લો સંચા ને ગ્રીસ કરી લો તેલ થી અને એમાં લોટ બાંધ્યો છે એ એડ કરો
• અને તેલ ને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સેજ નાખી ને ચેક કરી લો પછી ગેસ ને ધીરો અને મિડિમ રાખો
• અને સેવ ને તળી લો ફીણ થાય અને સેવ ઉપર આવે એટલે કાઢી લો તો તૈયાર છે .
• આલુ સેવ પછી એમાં ચાટ મસાલો એડ કરો
• તમે પણ બનાવજો આ રેસીપી અને અમને જણાવોજો કેવી લાગી રેસીપી
Video:
Author: ગુજરાતી કિચન – GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…