હેલ્થ

રોજની માત્ર 20 ગ્રામ બદામ ખાવાથી કેન્સરથી થશે બચાવ, જાણો તેના બીજા પણ ફાયદાઓ

સામાન્ય રીતે આપણે ડ્રાયફ્રુટ ખાતા હોઈએ છીએ, અને તેના ઘણા ફાયદાઓ વિષે પણ આપણને ખબર છે. ડ્રાયફ્રૂટમાં બદામ એક અલગ મહત્વ ધરાવે છે. રોજની 20 ગ્રામ બદામ ખાવાથી હૃદયરોગ સમેત કેન્સર જેવી ઘણી બીમારીઓથી બચી શકાય છે. એક સંશોધન પ્રમાણે એક મુઠ્ઠી બદામ રોજ ખાવાના કારણે હૃદય રોગનો ખતરો લગભગ 30 ટકા સુધી ઓછો થાય છે, તેની અંદર 15 ટકા કેન્સરનો ખતરો અને 22 ટકા સમય પહેલા મૃત્યુનો ખતરો ઓછો થાય છે.

Image Source

બદામના ફાયદા:
રિસર્ચ પ્રમાણે બદામની અંદર ફાયબર, મેગ્નેશિયમ અને બહુઅસંતૃપ્ત વસાની માત્રા વધારે હોય છે. તેના પોષક તત્વો હૃદયરોગને ઓછું કરવામાં મદદ કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ સ્તર પણ ઓછું થાય છે. એક્સપર્ટનું માનીએ તો થોડી બદામ અને ખાસ કરીને અખરોટમાં વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ઓક્સિજનની ઉણપથી લડે છે અને કેન્સરના ખતરાને પણ ઓછો કરે છે.

Image Source

વજન ઘટાડવામાં પણ કરે છે મદદ:
શોધકર્તાઓનું માનીએ તો બદામની અંદર વસાની ઉચ્ચ માત્રા હોય છે. તેની સાથે જ તેની અંદર ફાયબર અને પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. કેટલાક એવા પણ સાક્ષીઓ છે જે જણાવે છે કે બદામ સમયની સાથે મોટાપાના ખતરાને પણ ઓછો કરે છે, શોધ પ્રમાણે જે લોકો રોજ 20 ગ્રામથી વધારે બદામ ખાય છે તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.