‘પુષ્પા 2’ પહેલા અલ્લૂ અર્જુને ગોલ્ડન ટેમ્પલમાં ટેક્યુ માથુ, સાદગી જોઇ તમે પણ હારી બેસસો દિલ, જુઓ તસવીરો અને વીડિયો

વાહ ભાઈ આને કહેવાય સાચા સંસ્કાર….સાઉથ ઇન્ડિયન પુષ્પા હીરો ગોલ્ડન મંદિરમાં પત્ની અને દીકરી સાથે સામાન્ય જનતાની જેમ લાઇનમાં જોવા મળ્યા, સાદગીએ જીત્યુ ચાહકોનું દિલ

સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ 29 સપ્ટેમ્બરે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ અવસર પર અલ્લુ પરિવાર સાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અર્જુન પરિવાર સાથે લાઈનમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. તેની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી છે. અલ્લુ અર્જુનની સાથે તેની પત્ની સ્નેહા રેડ્ડી અને તેમના બે બાળકો અલ્લુ અયાન અને અલ્લુ અરહા પણ હતા.

અલ્લુ અર્જુન તેની પત્ની સ્નેહાનો જન્મદિવસ અમૃતસરમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં ચારેય સાથે જોવા મળી રહ્યા છે. અલ્લુ અને સ્નેહા બંને બ્લૂ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે અમૃતસરના પ્રખ્યાત સુવર્ણ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યો છે. ગોલ્ડન ટેમ્પલની તસવીરો પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં જાદુઈ લખ્યું. ગોલ્ડન ટેમ્પલની તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

આવી જ એક તસવીરમાં અલ્લુ અર્જુન પોતાના પુત્રનો હાથ પકડીને મંદિર તરફ માથું નમાવતો જોવા મળે છે. પુષ્પાઃ ધ રાઇઝની શાનદાર સફળતા બાદ અલ્લુ અર્જુનના ચાહકો ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. પુષ્પાના બીજા ભાગનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થવાનું છે. સમાચાર મુજબ પુષ્પા પાર્ટ 2નું શૂટિંગ ઓક્ટોબરના મધ્યથી શરૂ થશે. આ દિવસોમાં તે પુષ્પા 2ની તૈયારીમાં વ્યસ્ત છે. રશ્મિકા મંદાનાએ તાજેતરમાં પુષ્પા 2 વિશે મોટું અપડેટ આપ્યું છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘હું અલ્લુ અર્જુન સર સાથે મારા સપના જીવી રહી છું.

હું થોડા દિવસોમાં પુષ્પા 2નું શૂટિંગ શરૂ કરવાની છું. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફોટામાં અલ્લૂ અર્જુન તેના પરિવાર સાથે પરંપરાગત શૈલીમં જોવા મળી રહ્યો છે. સમગ્ર સંસ્કૃતિ અને નિયમોનું પાલન કરીને તેમણે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી છે. એટલું જ નહીં, ચાહકોને તેની સ્ટાઈલ એટલી પસંદ આવી છે કે લોકો ટ્વિટર પર અલ્લુ સ્નેહા રેડ્ડીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેનું નામ પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

અલ્લુ અર્જુને પણ તેની પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડીને ઈન્સ્ટાગ્રામ પર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. તેણે આખા પરિવાર સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તેની સામે બે કેક અને બે બાળકો છે. તેઓ બધા એકસાથે પોઝ આપી રહ્યા છે. આ સેલિબ્રેશન દરમિયાન કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. ફોટો શેર કરવાની સાથે તેણે લખ્યું, ‘હેપ્પી બર્થ ડે ક્યુટી’. આ સાથે ‘પુષ્પા’ એક્ટરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પણ શેર કરી છે,

જેમાં જોઈ શકાય છે કે સ્નેહા દીકરી આરા સાથે કેક કાપી રહી છે. અલ્લુ અને સ્નેહાના લગ્નને 12 વર્ષ થયા છે. બંનેએ 6 માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેઓ કેટલાક સમયથી રિલેશનશિપમાં હતા. લગ્નના લગભગ 3 વર્ષ પછી સ્નેહાએ પુત્ર અયાનને જન્મ આપ્યો અને 2016માં બીજા સંતાન તરીકે પુત્રી અરહાને જન્મ આપ્યો. અલ્લુ અર્જુન અને સ્નેહા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેમના લગ્નને આટલા વર્ષ થઇ ગયા હોવા છત્તાં પણ આ કપલને જોઈને લાગે છે કે તેમના લગ્ન હમણાં જ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina