જીવનશૈલી મનોરંજન

બાહુબલી પ્રભાસ કરતા પણ વધારે લોકપ્રિય છે સાઉથનો આ સુપરસ્ટાર,લગાતાર હિટ ફિલ્મો દેનારા આ અભિનેતા ફી જાણો….

Image Source

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ જ એવા કોઈ અભિનેતા હશે જે લોકપ્રિયતા અને કમાણીની બાબતમાં બૉલીવુડ કલાકારોથી પાછળ હોય. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એકથી એક શાનદાર સુપરસ્ટાર છે જેઓની ફેન ફોલોઇંગ પણ કોઈપણ બાબતમાં ઓછી નથી. એવા જ એક અભિનેતા છે ‘અલ્લુ અર્જુન’.

Image Source

હાલમાં જ અલ્લુ અર્જુને પોતાનો 36 મોં જન્મદિવસ ઉજવ્યો છે. અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1983 ના રોજ ચેન્નાઇમાં થયો હતો. અલ્લુએ ચાઈલ્ડ આર્ટિસ્ટના સ્વરૂપે ફિલ્મ ‘ડૈડી’ દ્વારા પોતાનું કેરિયર શરૂ કર્યુ હતું. વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ગંગોત્રીમાં તેમણે લીડ રોલ નિભાવ્યો હતો. સૌથી મોટો બ્રેક અલ્લુને ફિલ્મ ‘આર્ય’ દ્વારા મળ્યો હતો.

Image Source

આ ફિલ્મે તેનું કેરિયર જ બદલીને રાખી દીધું. ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ જોવા મળી હતી અને તેના માટે તેને ફિલ્મફેયરનો બેસ્ટ તેલુગુ એક્ટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.અને તેના પછી તો અલ્લુ અર્જુને એકથી એક હિટ ફિલ્મો આપી છે.

Image Source

ઇન્ટરનેટ પર રહેલા આંકડાના હિસાબે આજે અલ્લુ અર્જુન તેલુગુ સિનેમાના મોટા સ્ટાર છે અને એક ફિલ્મ માટે 16 થી 18 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય અલ્લુ અર્જુનના હૈદરાબાદ સ્થિત બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

 

Image Source

આ સિવાય અલ્લુ અર્જુનનું નામ સૌથી વધારે કમાણી કરનારા અભિનેતાઓની લિસ્ટમાં પણ શામિલ કરવામાં આવ્યું છે. અલ્લુની લોકપ્રિયતાને જોતા તેની ફિલ્મોને મલયાલમમાં ડબ કરીને પણ રિલીઝ કરવામાં આવેલી છે, જેને લીધે તે મલયાલમ ફિલ્મોમાં પણ ખુબ જ લોકપ્રિય બની ગયા છે.

Image Source

બે બાળકોના પિતા હોવા છતાં પણ અલ્લુ ખુબ જ ફિટ છે. તે પોતાના ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે. જણાવી દઈએ કે અલ્લુ અર્જુને 6 માર્ચ,2011 ના રોજ હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. અલ્લુને સ્નેહાને પહેલી વાર જોતા જ પ્રેમ થઇ ગયો હતો.

Image Source

અલ્લુ અર્જુનના ફિટનેસનું રહસ્ય:
અલ્લુ પોતાને ફિટ રાખવા માટે દરેક રોજ ખુબ મહેનત કરે છે. અલ્લુ રોજના 10-25 મિનિટ કાર્ડિયો કરે છે. રોજનું સાઈકલિંગ, રનિંગ અને જોગિંગ પણ કરે છે. રોજ પેટ અને મસલ્સની એક્સરસાઇઝ પણ કરે છે. રોજના તે પાવર પ્લે ટ્રેનિંગ પણ કરે છે જેથી તેના સોલ્ડર મજબૂત બને.

Image Source

અલ્લુ અર્જુનની ડાઈટ:
સ્ટાઈલિશ ટોલીવુડ સ્ટાર અલ્લુ પોતાની ફિટનેસની સાથે સાથે ડાઈટનું પણ પૂરું ધ્યાન રાખે છે. અલ્લુ પોતાને ફિટ રાખવા માટે રોજ ડાઈટનું અનુસરણ કરે છે.અલ્લુ પોતાના દિવસની શરૂઆત પાણીથી કરે છે તેના પછી ફળ,ઓટ્સ,ઈંડા, બ્રાઉન બ્રેડ અને દૂધ સવારના નાસ્તા માં લે છે. વ્યાયામ કર્યા પછી પ્રોટીન શેક પણ લે છે. બપોરના ભોજનમાં અલ્લુ ગ્રિલ્ડ ચિકન કે માછલી, ચિકન સેન્ડવીચ, સલાડ, ફ્રૂટ્સ, ઓટમીલ અને શાકભાજીઓ લે છે. સાંજે નાસ્તામાં શક્કરિયા,સફેદ ઈંડા અને ઓટમીલ લેવાનું પસંદ કરે છે. રાતના ભોજનમાં શિમલા મરચા, લીલા બીન્સ, બ્રાઉન રાઇઝ અને સલાડ લે છે.