આને કહેવાય સાદગી ! કરોડોની સંપત્તિનો માલિક હોવા છતાં અલ્લુ અર્જુને ફાઈવ સ્ટાર હોટલ છોડીને રોડની બાજુમાં આવેલા ઢાબામાં બેસીને પત્ની સાથે માણ્યો જમવાનો સ્વાદ, જુઓ તસવીર
Allu Arjun Eating At A Local Dhaba : બોલીવુડની જેમ સાઉથના કલાકારો પણ હાલ આખા દેશમાં ફેમસ બની ગયા છે, ઘણા વિદેશીઓ પણ હવે તેમના ફેન બનવા લાગ્યા છે, સાઉથના કલાકારોનો અભિનય જ નહિ તેમની સાદગી પણ લોકોના દિલ જીતી લેતી જોવા મળે છે. ઘણીવાર ઘણા સાઉથના કલાકારો દ્વારા એવા એવા કામ કરવામાં આવે છે કે લોકો તેમના વખાણ કરતા થાકતા નથી, હાલમાં જ પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની એક એવી જ તસવીર ચાહકોને દીવાના બનાવી રહી છે.
‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની પત્ની અને દીકરી સાથે રસ્તાની બાજુના ઢાબા પર ભોજન કરી રહ્યો છે. આ તસવીર જોઈને ફેન્સ અભિનેતાની સાદગી જોઈને દંગ રહી જાય છે. જોકે, ઢાબા પર જમતા અલ્લુ અર્જુનની આ તસવીર નવી છે કે જૂની છે તે ખબર નથી. પરંતુ ગમે તે હોય, કરોડોની સંપત્તિ અને નેટવર્થ ધરાવતા સ્ટારને લોકલ ઢાબા પર ભોજન ખાતા જોઈને ચાહકો તેના ફેન બની ગયા છે.
વાયરલ થઈ રહેલી તસવીરમાં અલ્લુ અર્જુન પત્ની સ્નેહા રેડ્ડી સાથે સ્થાનિક ઢાબામાં ભોજન કરી રહ્યો છે અને ત્યાં એસી પણ નથી. બાકીનો સ્ટાફ તેમને ભોજન પીરસી રહ્યો છે. આ ઉપરાંત અલ્લુ અર્જુન જમતી વખતે ફોન પર કોઈની સાથે વાત કરતો પણ જોવા મળે છે. અલ્લુ અર્જુનને લક્ઝરી લાઈફ અને ફાઈવ સ્ટાર હોટલ છોડીને ઢાબામાં જમતા જોઈને ચાહકો તેના વખાણ કરવાનું રોકી શક્યા નહીં.
આ તસવીર ટ્વિટર પર એક ચાહકે શેર કરી છે. ચાહકો વખાણ કરી રહ્યા છે કે કરોડો રૂપિયા હોવા છતાં આટલો મોટો સ્ટાર માણસની જેમ નાના ઢાબામાં ભોજન કરી રહ્યો છે અને તેનામાં ઘમંડ બિલકુલ નથી. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનની કુલ સંપત્તિ 460 કરોડ રૂપિયા છે. ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સિવાય તે પ્રોડક્શન અને મલ્ટિપ્લેક્સમાંથી પણ ઘણી કમાણી કરે છે. હૈદરાબાદમાં તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ અને મલ્ટિપ્લેક્સ છે. ઉપરાંત, હૈદરાબાદમાં જ તેની પોતાની રેસ્ટોરન્ટ છે.