બુર્જ ખલીફામાં અલ્લૂ અર્જુને મનાવ્યો પોતાની લાડલીનો જન્મદિવસ, પૈસા ખર્ચ કરવામાં એશ્વર્યા રાયને છોડી પાછળ

જયાં આજ સુધી કોઇનો નથી મનાવવામાં આવ્યો જન્મદિવસ, ત્યાં સાઉથના દિગ્ગજ અલ્લૂ અર્જુને સેલિબ્રેટ કર્યો દીકરીનો બર્થ ડે- જુઓ ક્યૂટ તસવીરો

સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર અભિનેતા અલ્લૂ અર્જુને વર્ષ 2011માં તેમની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે લાખો છોકરીઓનું દિલ તૂટી ગયુ હતુ. આ સ્ટાર કપલે વર્ષ 2014માં એક બાળકનું સ્વાગત કર્યુ હતુ, જેનું નામ અલ્લૂ અયાન છે. તે બાદ વર્ષ 2016માં અર્જુન અને સ્નેહા રાજકુમારી અલ્લૂ અરહાના માતા-પિતા બન્યા હતા. સમય જલ્દી જતો રહ્યો અને જોતજોતામાં તેમની રાજકુમારી 5 વર્ષની થઇ ગઇ. આ ખાસ અવસર પર દીકરી અરહા માટે તેના પેરેન્ટ્સે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેની ઝલક સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે.

અલ્લુ અરહાએ રવિવારે પોતાનો પાંચમો જન્મદિવસ ઉજવ્યો. અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ આ પ્રસંગે મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. અલ્લુ અર્જુન, અલ્લુ સ્નેહા રેડ્ડી, અલ્લુ અયાન, અરહા અને અન્ય પરિવારના સભ્યો દુબઈ ગયા, જ્યાં તેઓએ અરહાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

અલ્લુ અર્જુને તેની લાડલીના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક ભવ્ય પાર્ટી આપી હતી. અલ્લુએ આ પ્રસંગ માટે દુબઈની પ્રખ્યાત ઈમારત બુર્જ ખલીફા ખાતે ભવ્ય જગ્યા બુક કરાવી હતી. બિલ્ડિંગનું સૌથી ટોચનું સ્તર સામાન્ય લોકો માટે ખુલ્લું નથી અને અરહાની જન્મદિવસની પાર્ટી અહીં પ્રથમ ઉજવવામાં આવી છે.

પિતા અલ્લુ અર્જુને તેની સોશિયલ મીડિયા વેબસાઇટ્સ પર અરહા સાથેની સુંદર તસવીર પોસ્ટ કરી છે. તેણે ઈમોશનલ નોટ પણ લખી, ‘હેપ્પી બર્થડે માય પ્રિન્સેસ. આઈ લવ યુ સો મચ બેબી. આશા છે કે આ વર્ષ ઘણા બધા રંગો, ચિત્ર અને મુસાફરીથી ભરેલું હશે.’ બીજી તરફ અરહા ફિલ્મોમાં તેના ડેબ્યુ માટે તૈયાર છે.

અલ્લુ અરહા સામંથા રૂથ પ્રભુની આગામી એપિક ફિલ્મ શકુન્થલમમાં જોવા મળશે. ગુણદશેખર દ્વારા નિર્દેશિત ‘શકુંથલમ’માં અરહા રાજકુમાર ભરતની ભૂમિકામાં જોવા મળશે. ટીમે જન્મદિવસનો એક ખાસ વીડિયો પણ બહાર પાડ્યો જેમાં અરહા શકુન્થલમના સેટ પર જોવા મળી રહી છે.

Shah Jina