દર્શકો જેની કાકડોળે રાહ જોઈ રહ્યા છે એ “પુષ્પા-2” ફિલ્મ માટે અલ્લુ અર્જુન લઇ રહ્યો છે અધધધ કરોડની ફી, લોકોએ કહ્યું, “આટલામાં તો બોલીવુડની એક ફિલ્મ બની જાય !”

ફિલ્મોમાં હવે સાઉથનો ક્રેઝ જબરદસ્ત જોવા મળી રહ્યો છે, જ્યાં એક તરફ બોલિવુડની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે ત્યાં સાઉથની ફિલ્મો દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહી છે. એવી જ એક ફિલ્મ “પુષ્પા”, જે દર્શકોને ખુબ જ પસંદ આવી અને બોક્સ ઓફિસ ઉપર તે કરોડોની કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ. ત્યારે હવે દર્શકો આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ પુષ્પા ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ પણ હવે શરૂ થઇ ગયું છે અને બહુ જ જલ્દી દર્શકોને આ ફિલ્મ જોવા મળવાની છે.

ત્યારે આ ફિલ્મે જયારે બોક્સ ઓફિસ ઉપર કરોડોની કમાણી કરી હોય ત્યારે સ્વાભાવિક છે કે ફિલ્મના કલાકારોએ પણ પોતાની ફીમાં વધારો કર્યો હશે. તો ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુન આ ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો અને તેની સ્ટાઇલ અને અભિનયથી દર્શકો ઘાયલ પણ થઇ ગયા હતા. ત્યારે અલ્લુ અર્જુન હવે પુષ્પા ફિલ્મના બીજા ભાગ માટે અધધધ કરોડ રૂપિયાની ફી વસૂલી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું છે કે અલ્લુ અર્જુન આ ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લઈ રહ્યો છે. આ ઉપરાંત સુકુમાર 50 કરોડ અને અભિનેત્રી રશ્મિકા મંદાના આ માટે 5 કરોડ લઈ રહી છે. આ ફિલ્મ જાન્યુઆરીમાં વિશ્વભરની સ્ક્રીન્સ પર રિલીઝ થશે. સોશિયલ મીડિયામાં ફેન્સ પણ આ પોસ્ટ પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના ચાહકો કહી રહ્યા છે કે તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં પુષ્પા 2નું શૂટિંગ શરૂ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પછી રશ્મિકા મંદાના પણ ફિલ્મના શૂટિંગમાં જોડાશે. પુષ્પા ધ રાઇઝ 21 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના તેલુગુ વર્ઝનએ તો હોબાળો મચાવ્યો જ, સાથે જ હિન્દીમાં પણ આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી.

Niraj Patel