સાઉથના સુપર સ્ટાર અણુ અર્જુન પાસે લકઝરી કારનું સારું કલેક્શન છે. અર્જુનની કારના આ લિસ્ટ કલેક્શન શાનદાર ગાડીનું નામ પણ જોડવામાં આવ્યું છે. અલુ અર્જુનને એક નવી વેનિટી વેન મળી ગઈ છે. આ વિનેટીં વેનની તસ્વીર અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. અલુની આ વેનિટી કાર શાહરુખ અને મહેશ બાબુથી પણ મોંઘી છે.
અર્જુનની આ વેનિટી કાર રેગ્યુલર વેનની જેમ નથી. જે બધા સેલેબ્સ પપસે હોય છે. અર્જુનની આ વેનિટી કાર અંદરથી ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. રિપોર્ટનું માનીએ તો અર્જુનની આ વેનની કિંમત 7 કરોડ રૂપિયા જાણવા મળી રહી છે.અર્જુનની આ વેનિટી કારને Reddy Customs દ્વારા સ્પેશિયલી કસ્ટમાઈઝડ કરવામાં આવી છે. આ વેનની અંદર લકઝરી કેવિન સાથે અલૂ અર્જુનના નામનો લોગો AA પણ લગાડવામાં આવ્યો છે.
માસ્ટર કેવિનમાં એક રિકલાઇનર પણ છે. જેનો ઉપયો અર્જુન મીટિંગ્સની સાથે સાથે ટીવી જોવામાં પણ થાય છે. તેના સિવાય આ વેનમાં આરામ કરવા માટે અને ફ્રેશ થવા માટે પણ લકઝરી સુવિધા છે.
જાણવા મળી રહ્યું છે કે, રેડ્ડી કસ્ટમ્સ દ્વારા આ વૅનર તૈયાર કરવામાં 5 મહિના જેટલો સમય લાગ્યો છે. આ વૅનના ઇન્ટિરિયર પર જ 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
અણુ અર્જુને આ નવી વેનિટી વેનનો ફોટો શેર કરીને લખ્યું હતું કે,’ જ્યારે પણ કઈ નવું ખરીદવાનું વિચારું છું ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે મને લોકો પ્રેમ કરે છે. અને આ પ્રેમમાં એટલી તાકત છે કે હું આ વેનિટી વેન ખરીદવઆ સમર્થ થયો.બધાનો ખુબ આભાર. આ મારી વેનિટી વેન ફાલ્કન છે.
જણાવી દઈએ કે અર્જુને 2 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1985માં તેની પહેલી ફિલ્મ ‘વિજેતા’ આવી હતી. જેમાં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ હતો.જયારે લીડ રોલમાં તે 2003માં ‘ગંગોત્રી’માં નજરે આવ્યો હતો. અર્જુન અત્યાર સુધી આર્ય(2004),આર્ય-2(2009), યેવડુ(2014),અને ના પેરુ સૂર્યા, ના ઇલુ ઇન્ડિયા (2018) જેવી 20થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.
અર્જુનના કામની વાત કરવામાં આવે તો AA19 અને AA 20 માં ઝળકશે. અર્જુનની ફિલ્મ સૂર્યોનાડુંને યૂટ્યૂબ પર 150થી વધુ મિલિયન વખત જોવાઈ ચુકી છે. અર્જુની પર્સનલ લાઇની વાત કરવામાં આવે તો અર્જુને 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.અલુ અને સ્નેહની મુલાકાત કોમનફ્રેન્ડ દ્વારા લગ્નમાં થઇ હતી. અલૂ અર્જુન ફિલ્મમેકર અલુ અરવિંદના પુત્ર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.