સાઉથના દિગ્ગજ પુષ્પા એક્ટરે શાહરુખ ખાન કરતા પણ મોંઘી ખરીદી હતી વેનિટી વેન, જુઓ અંદરના 10 ભવ્ય ફોટો એક ક્લિકે

સાઉથના સૌથી મોટા સેલિબ્રિટી પાસે છે ખુબ જ લક્ઝુરિયસ વેનિટી વેન, અંદરનો નઝારો જોતા જ છક થઇ જશો

સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જુન પાસે લકઝરી કારનું સારું કલેક્શન છે. આ લિસ્ટમાં વધુ એક નામ એડ થયુ છે. અલ્લુ અર્જુનને એક નવી વેનિટી વેન મળી ગઈ છે. આ વિનેટીં વેનની તસ્વીર અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. અલ્લુની આ વેનિટી કાર શાહરુખ અને મહેશ બાબુથી પણ મોંઘી છે.

અર્જુનની આ વેનિટી કાર રેગ્યુલર વેનની જેમ નથી. જે બધા સેલેબ્સ પાસે હોય છે. અર્જુનની આ વેનિટી કાર અંદરથી ફાઈવ સ્ટાર હોટેલ જેવી છે. રિપોર્ટનું માનીએ તો અર્જુનની આ વેનની કિંમત 7 કરોડ રૂપિયા જાણવા મળી રહી છે.

અર્જુનની આ વેનિટી કારને Reddy Customs દ્વારા સ્પેશિયલી કસ્ટમાઈઝડ કરવામાં આવી છે. આ વેનની અંદર લકઝરી કેવિન સાથે અલ્લૂ અર્જુનના નામનો લોગો AA પણ લગાડવામાં આવ્યો છે. માસ્ટર કેવિનમાં એક રિકલાઇનર પણ છે. જેનો ઉપયોગ મીટિંગ્સની સાથે સાથે ટીવી જોવામાં પણ થાય છે. તેના સિવાય આ વેનમાં આરામ કરવા માટે અને ફ્રેશ થવા માટે પણ લકઝરી સુવિધા છે.

જાણવા મળી રહ્યું છે કે, રેડ્ડી કસ્ટમ્સ દ્વારા આ વેનિટી વેન તૈયાર કરવામાં 5 મહિના જેટલો સમય લાગ્યો છે. આ વૅનના ઇન્ટિરિયર પર જ 3.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અલ્લૂ અર્જુને આ નવી વેનિટી વેનનો ફોટો શેર કરીને લખ્યું હતું કે,’ જ્યારે પણ કઈ નવું ખરીદવાનું વિચારું છું ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે મને લોકો પ્રેમ કરે છે. અને આ પ્રેમમાં એટલી તાકત છે કે હું આ વેનિટી વેન ખરીદવા માટે સમર્થ થયો. બધાનો ખુબ આભાર. આ મારી વેનિટી વેન ફાલ્કન છે.

જણાવી દઈએ કે અર્જુને 2 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 1985માં તેની પહેલી ફિલ્મ ‘વિજેતા’ આવી હતી. જેમાં તે ચાઈલ્ડ આર્ટિસ્ટ હતો. જયારે લીડ રોલમાં તે 2003માં ‘ગંગોત્રી’માં નજર આવ્યો હતો. અર્જુને અત્યાર સુધી આર્ય(2004),આર્ય-2(2009), યેવદુ(2014),અને ના પેરુ સૂર્યા, ના ઇલુ ઇન્ડિયા (2018) જેવી 20થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે.

અર્જુનના કામની વાત કરવામાં આવે તો AA19 અને AA 20માં ઝળકશે. અર્જુનની ફિલ્મ સૂર્યોનાડુંને યૂટ્યૂબ પર 150થી વધુ મિલિયન વખત જોવાઈ ચુકી છે. અર્જુનની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો અર્જુને 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.અલ્લુ અને સ્નેહાની મુલાકાત કોમનફ્રેન્ડ દ્વારા લગ્નમાં થઇ હતી. અલ્લૂ અર્જુન ફિલ્મમેકર અલ્લુ અરવિંદના પુત્ર છે.

અર્જુને 2019માં જ નવી વેનિટી વેન ખરીદી હતી. આ વેનિટી વેન કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછી નથી. મેકઅપ માટે આ વેનિટી વેનમાં સામાન્ય ખુરશીની જગ્યાએ રિક્લાઈનર રાખવામાં આવ્યું છે. જ્યાં તમે બ્રેક દરમિયાન આરામ પણ કરી શકો છો. આ વેનિટી વેનમાં ઘણી જગ્યા છે, જેથી તેમાં એક સાથે ઘણા લોકો બેસી શકે છે.આ વેનિટી વેનમાં ભવ્ય બાથરૂમ બનાવવામાં આવ્યું છે. જે તદ્દન વૈભવી અને આધુનિક છે. વેનિટીમાં હાઈટેક એલઈડી લાઈટો લગાવવામાં આવી છે જેથી લાઈટનો અભાવ ન રહે.

વેનિટી વેનના રંગની વાત કરીએ તો વેનિટી વેનનો રંગ બહારથી કાળો છે જે અલ્લુ અર્જુનનો પ્રિય રંગ છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝે સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. સાઉથની સાથે આ ફિલ્મને હિન્દી બેલ્ટમાં પણ દર્શકોએ પસંદ કરી હતી. ફિલ્મને લઈને લોકોનો ક્રેઝ સોશિયલ મીડિયા પર પણ જોવા મળ્યો હતો. ત્યાં, લોકો તેના ગીતના ખૂબ દિવાના બની ગયા હતા અને અલ્લૂના ડાયલોગો પર તો લોકએ ખૂબ જ રિલ્સ પણ બનાવી હતી. હવે સમાચાર છે કે આ ફિલ્મના બીજા ભાગ એટલે કે પુષ્પા 2નું શૂટિંગ શરૂ થવાનું છે.

અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જુલાઈમાં શરૂ થશે. આ વખતે ફિલ્મનું નામ છે પુષ્પાઃ ધ રૂલ. આ વખતે પણ રશ્મિકા મંદાના ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે પુષ્પા ધ રાઇઝમાં સામંથા રૂથ પ્રભુએ આઈટમ નંબર કર્યુ હતુ, પરંતુ સમાચાર મુજબ દિશા પટની બીજા ભાગમાં આઈટમ સોંગ કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

It’s Sexy & I Love it 🖤 #AAFALCON

A post shared by Allu Arjun (@alluarjunonline) on

YC