પુષ્પા એક્ટર અલ્લુ અર્જુનને હૈદરાબાદમાં કરોડોની લેન્ડ રોવર કારમાં મુસાફરી કરવી પડી ભારે! ટ્રાફિક પોલીસે પકડ્યો

તમે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં ઘણા કાયદા તોડતા જોયા હશે. હાલમાં જ અલ્લુ અર્જુન એટલે કે પુષ્પરાજે રિયલ લાઈફમાં પણ એક કાયદો તોડ્યો હતો, જેના કારણે તે હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.મીડિયા રીપોર્ટ્સ અનુસાર ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનનું આ ચલણ હૈદરાબાદમાં કાપવામાં આવ્યું છે. હૈદરાબાદ પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સેલિબ્રિટીઓ પર દંડ ફટકારીને સાહસિક કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અલ્લુ અર્જુનની રેન્જ રોવર લક્ઝરી એસયુવી પર બ્લેક ફિલ્મ હતી, જેના કારણે હૈદરાબાદ પોલીસે તેને દંડ ફટકાર્યો હતો.

નોંધનીય છે કે ભારતમાં કારની બારીઓ પર બ્લેક ફિલ્મનો ઉપયોગ પ્રતિબંધિત છે. પ્રતિબંધ પછી પણ, સેલિબ્રિટીઓ તેમના મોંઘા વાહનો પર સતત તેનો ઉપયોગ કરી રહ્યા છે. આની નોંધ લેતા હૈદરાબાદ પોલીસે વાહનોમાંથી બ્લેક ફિલ્મ હટાવવા અથવા તેના માટે ચલણ જારી કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઘટનામાં એક્ટર અલ્લુ અર્જુનને તેની બ્લેક રેન્જ રોવર કારમાં બ્લેક ફિલ્મ લગાવવા બદલ 700 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગાઉ અલ્લુ અર્જુન સિવાય અન્ય એક અભિનેતા કલ્યાણ રામને પણ આવા જ ઉલ્લંઘન બદલ રોકવામાં આવ્યા હતા.

જણાવી દઇએ કે, વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે એક નિયમ પસાર કર્યો હતો જે મુજબ કારમાં ટીન્ટેડ ગ્લાસ અથવા બ્લેક ફિલ્મ જેવા અન્ય કોઈપણ પ્રકારના વિકલ્પનો ઉપયોગ પ્રતિબંધિત છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ અર્જુન આ દિવસોમાં ફિલ્મ ‘પુષ્પા-ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનો પહેલો ભાગ બ્લોકબસ્ટર હિટ રહ્યો હતો. KGF-2 ઉપરાંત, ચાહકો અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મના પહેલા ભાગમાં રશ્મિકા મંદાના અલ્લુ અર્જુન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મની વાર્તા લાલ ચંદનની દાણચોરી કરતી ગેંગ વિશે હતી જેને પાછળથી પુષ્પા નામના છોકરાએ કબજે કરી લીધો હતો. ફિલ્મમાં અલ્લુ અર્જુનનો અવાજ શ્રેયસ તલપડેએ ડબ કર્યો હતો.

Shah Jina