અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મનો ઉત્સાહ હજુ પણ લોકોના દિમાગમાંથી ઉતર્યો નથી. પુષ્પા ફિલ્મના ગીત શ્રીવલ્લીમાં અલ્લુ અર્જુનનો અભિનય લોકોને એટલો પસંદ આવ્યો કે તેને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ થઈ ગયો. આ ફિલ્મના ગીતો અને એક્શન ઉપર ઢગલાબંધ લોકો રીલ અને વીડિયો બનાવી રહ્યા છે.
તો બીજી તરફ અલ્લુ અર્જુનની દીકરી તો કોઈ બીજા જ ગીતના પ્રેમમાં છે. અલ્લુ અર્જુને તાજેતરમાં તેની 5 વર્ષની દીકરીનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુનની દીકરી અલ્લુ અરહા “કાચા બદામ” ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. એટલે કે એક તરફ જ્યાં લોકો પિતાના ગીતો પર જોરદાર રીલ બનાવી રહ્યા છે. તો બીજી તરફ “કાચા બદામ” ગીતમાં દીકરીનો પ્રેમ દેખાઈ રહ્યો છે.
અલ્લુ અર્જુન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેની 5 વર્ષની દીકરી કાચા બદામ ગીત પર રીલ બનાવતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરવાની સાથે અલ્લુ અર્જુને કેપ્શનમાં લખ્યું, ‘મેરા છોટા બદામ અરહા’. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.
આ વીડિયોને અત્યાર સુધીમાં 3.6 મિલિયન કરતા વધારે લોકોએ લાઈક કર્યો છે. તો આ ઉપરાંત વીડિયોને 22.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. અલ્લુ અર્જુનની દીકરી અરહાનો આ ગીતની અંદર ક્યૂટ ક્યૂટ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે બંગાળી ગીત ‘કાચા બદામ’ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેનો ક્રેઝ એવો છે કે ઈન્સ્ટાગ્રામની રીલ ખોલતા જ તમને આ ગીત સૌથી પહેલા સાંભળવા મળશે. ઈન્સ્ટાગ્રામથી લઈને તમામ સોશિયલ મીડિયા પર લોકો આ ગીત પર અલગ-અલગ રીતે ડાન્સ વીડિયો મૂકી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત કોઈ પ્રખ્યાત ગાયકે નથી ગાયું, પરંતુ હાથલારી પર મગફળી વેચતા ભુવન બદ્યાકરે ગાયું છે.
View this post on Instagram
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ભુવન બદ્યાકર હાથલારીમાં મગફળી વેચતો ફરતો હતો. ત્યારે કોઈએ અનોખી રીતે ગીત ગાતા ભુવનનો વીડિયો રેકોર્ડ કર્યો. ત્યારપછી તેને ઈન્ટરનેટ પર મૂકી દીધું, જ્યાંથી આ ગીત રાતોરાત વાયરલ થઈ ગયું. આ પછી લોકોએ આ ગીત પર ડાન્સ વીડિયો બનાવીને રાતોરાત ભુવનને ફેમસ કરી દીધો.