સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઇ ગયો મોટો કાંડ, હેડ પ્રોફેસરે માસુમ યુવતી પર વારંવાર…જાણો વિગત
ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના કિસ્સા સતત સામે આવતા હોય છે, ઘણીવાર તો નાની નાની બાળકીઓ સાથે આવા કિસ્સા બનતા હોય છે તો ઘણીવાર વિદ્યાર્થીનીઓ સાથે પ્રોફેસર આવુ કરતા હોય છે. હાલ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એક શર્મનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં યુનિવર્સિટીના કાયદા ભવનના વડા આનંદ ચૌહાણ પર એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે.
આ વિદ્યાર્થીનીને PHDમાં પાસ કરાવા માટે આનંદ ચૌહાણે તેને લાલચ આપી અને દુષ્કર્મ કર્યુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે બીજી તરફ હવે આ વાત ગાંધીનગર સુધી પણ પહોંચી ગઇ છે અને દીવાળી બાદ હાઇકમાન્ડનું તેડુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આવ્યુ છે. પૂર્વ વિદ્યાર્થીનીની અચાનક આવી દુષ્કર્મની ફરિયાદને લઇને ઘણા તર્ક વિતર્ક સર્જાયા છે. વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે ચૌહાણે તેની સાથે વર્ષ 2007થી 2020 સુધી આ કૃત્ય કર્યુ હતુ.
તેણે કુલપતિને લેખિત રીતે રજૂઆત કરી છે અને કહ્યુ કે, આનંદ ચૌહાણે PHD પાસ કરાવી દેવાની લાલચ આપી આ કૃત્ય કર્યુ હતુ. બીજીબાજુ જોઇએ તો, આનંદ ચૌહાણે વિદ્યાર્થીનીના બધા આરોપોને ફગાવ્યા છે અને કહ્યુ કે, તે 2016માં કાયદાભવનમાં આવ્યા હતા. તેમની નિંમણૂક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે થઇ. તે જયારથી આવી ત્યારથી તેમણે આ વિદ્યાર્થીનીને અહીં ભણતા જોઇ પણ નથી. આ મામલે તેમણે કહ્યુ કે, આ વિદ્યાર્થીની PHD પરીક્ષામાં નપાસ થવાને કારણે આવા આક્ષેપ કરી રહી છે.
જણાવી દઇએ કે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંઘકામ સમિતિના નિષ્ણાંત બનાવવામાં આવ્યા હતા. જેને લઈને ઘણો વિવાદ થયો હતો. તે પહેલા પણ આસિટન્ટ પ્રોફેસરની ભરતીને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ફરી એકવાર કથિત દુષ્કર્મના આરોપોને લઇને યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીનીએ 12 કૃપા ગુણ આપવા માંગણી કરી છે. આ પરિક્ષામાં 100માંથી 33 ગુણ પાસ થવા માટે હોય છે અને વિદ્યાર્થીની દ્વારા 12 કૃપા ગુણની માંગણી કરવામાં આવી છે.