મનોરંજન

ફિલ્મ પૂરી થયા બાદ આખરે એક્ટર-એક્ટ્રેસે પહેરેલા કપડાંનું શું કરવામાં આવે છે ? ખબર છે કે નહીં ?

ફિલ્મોમાં પહેરતા લાખો કરોડોના કપડાંનું શું થાય? રસપ્રદ માહિતી

આજે લોકો ફેશનની પાછળ આંધળી દોટ મૂકે છે. દેખાદેખીના કારણે લોકો એક જ ફેશનને અનુસરવાની કોશિશ કરે છે. બોલીવુડની ફિલ્મમાં દરરોજ અજીબોગરીબ ફેશન આવે છે. બોલીવુડની ફિલ્મોમાં દિગજ્જ ફેશન ડિઝાઇનર દ્વારા આઉટફિટની ડિઝાઇન કરવામાં આવે છે. તો ઘણી વાર આપણે જોતા હોય છે કે, ફિલ્મમાં એક્ટર અને એક્ટ્રેસ દ્વારા મોંઘામાં મોંઘી જવેલરી પણ પહેરવામાં આવે છે.

Image Source

આ આઉટફીટ એટલા મોંઘા હોય છે કે, સામાન્ય નાગરિક તેને પહેરવાનું પણ ના વિચારી શકે. ઘણા એવા આઉટફિટ પણ હોય છે કે, જેની ફેશન સેન્સ અજીબો-ગરીબ હોય છે. પરંતુ શું તમને ખબર હોય છે કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન પહેરેલા આઉટફીટનું આખરે શું કરવામાં આવે છે.

Image Source

યશરાજ ફિલ્મ્સની સ્ટાઈલિશ આયેશા ખન્નાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શૂટિંગ પૂર્ણ થયા બાદ વધારે પડતા કપડાને સાચવી રાખે છે. અને આ સાચવી રાખેલા આઉટફીટમાં ફિલ્મના નામનું લેબલ લગાડી દેવામાં આવે છે.

Image Source

ત્યારબાદ આ આઉટફીટને મિક્સ મેચ કરીને જુનિયર આર્ટિસ્ટ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ આઉટફીટનો આ જ પ્રોડક્શન હાઉસની બીજી ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવે છે. આ આઉટફીટનો બહુજ સાતર્કતા પૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, જેથી દર્શકો ખબર ના પડે કે આ ડ્રેસને અન્ય ફિલ્મમાં પહેરવામાં આવ્યો છે.

Image Source

આ સિવાય આ આઉટફીટનું ઓક્સન પણ કરાવામાં આવે છે. જેથી ચેરિટી માટે દાન કરી શકાય. ફિલ્મ રોબોટમાં ઐશ્વર્યા રાય અને રજનીકાંત દ્વારા પહેરવામાં આવેલા આઉટફિટના પૈસા એનજીઓને આપવા માટે ઓનલાઇન ઓક્શન કર્યું હતું.

Image Source

એવું પણ કહેવામાં આવે છે જયારે હાઈ પ્રોફાઈલ ડિઝાઇનર દ્વારા કોઈ ફિલ્મમાં તેના આઉટફીટ્સ ઉપલબ્ધ કરાવે છે. આ ડિઝાઈનર ફિલ્મ પૂર્ણ થયા બાદ તેના કપડાં પાછા લઇ લે છે. દેવદાસ અને બોમ્બે વેલ્વેટ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તે આઉટફિટ ડિઝાઈનરે પાછા લઇ લીધા હતા.

Image Source

બધા આઉટફીટનું આવી રીતે નથી કરવામાં આવતું પરંતુ અમુક આઉટફીટ એક્ટર કે એક્ટ્રેસ તેની યાદગીરી તરીકે રાખી દે છે. દિલવાલે દુલહનીયા એ જાએંગે ફિલ્મમાં શાહરુખ ખાને જે જેકેટ પહેર્યું હતું તે તેને સાચવીને રાખ્યું છે.