વૃદ્ધ હોય કે યુવાન, ભયાનક કોરોના વાયરસથી કોઈ નથી સલામત, જાણો કઈ રીતે

0

કોરોના વાયરસથી આખું વિશ્વ ડરેલું છે, અત્યાર સુધીમાં 170 જેટલા દેશોના 2 લાખથી વધુ લોકો આ રોગચાળાની ઝપેટમાં આવી ચુક્યા છે અને 8 હજારથી વધુ લોકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે ચીનમાં આ રોગચાળા વિશે અભ્યાસ કરનારા એક નિષ્ણાતે ચેતાવી આપી છે કે કોરોના વાયરસથી યુવાન કે વૃદ્ધ વ્યક્તિ, કોઈ પણ સુરક્ષિત નથી. આ પહેલાના રિપોર્ટ્સમાં આવ્યું હતું કે કોરોના વાયરસથી વૃદ્ધોને વધુ ખતરો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડોક્ટર બ્રુસ આલ્વર્ડે લોકોને પહેલા જ ચેતવી દીધા છે કેમ કે ખૂબ જ ઝડપથી 30 વર્ષની યુવા વયના સ્વસ્થ લોકો પણ આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી રહયા છે અને મૃત્યુ પામી રહયા છે. આ પહેલા અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા 8 હજાર લોકોના આંકડાના આધારે કહેવામાં આવ્યું હતું કે વૃદ્ધો અને પહેલાથી જ બીમાર લોકોને કોરોના વ્યાસથી વધુ ખતરો છે.

Image Source

આ દરમ્યાનમાં બેલ્જીયમના એક ડોકટરે યુવાન અને સ્વસ્થ લોકોના ફેફસાના સ્કૅનના આધારે એક ખુલાસો કર્યો હતો કે યુવાનોના મૃત્યુનો આંકડો ખૂબ જ ભયાનક છે. ચીનમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ 72 હજાર કેસોના આધારે જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારા લોકોમાં 19 ટકા એવા લોકોનો સમાવેશ થાય છે કે જેમની ઉંમર 60 વર્ષથી ઓછી હતી.

Image Source

નિષ્ણાતોનું કહેવું છે કે જયારે શરીર કોઈ બીમારીની ઝપેટમાં આવે છે તો શરીરમાં એ બીમારી સામે લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા પેદા થાય છે, પણ કોરોના વાયરસ જેવા નવા વાયરસના ચેપથી બચવા માટે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા જ નથી. જેનો અર્થ એ છે કે કેવી પણ ઠંડીમાં કે કોઈ પણ વાતાવરણમાં બીમાર પડયા વિના રહી શકતો કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ બીમાર પડી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડોક્ટર બ્રુસ આલ્વર્ડે આ મહિને થયેલી એક કોન્ફ્રન્સમાં કહ્યું કે હું એ વાત પર ભાર આપીને જણાવવા માંગુ છું કે મોટી સંખ્યામાં એવા લોકો મૃત્યુ પામી રહયા છે કે જે લોકોની ઉંમર 30-40-50ની આસપાસ હતી. જે લોકોને પહેલાથી જ બીજી કોઈ બીમારી હતી એવા લોકોનું કોરોનાથી મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે હતું, પણ બીજા લોકોમાં ઉંમર સિવાય બીજો કોઈ એવો અંદેશો ન હતો કે તેઓ મૃત્યુ પામે.

Image Source

બેલ્જીયમના ડોક્ટર ઈગ્નેસ ડેમેયરે પણ ચેતવણી આપી છે કે કોઈ પણ કોરોનાની ઝપેટમાં આવવાથી નથી બચી શકતું. ડોક્ટર ડેમેયરે કહ્યું કે તેમના દર્દીઓ વૃદ્ધ ઓછા અને એવા યુવા લોકો વધારે છે કે જેમની ઉંમર 30થી 50 વર્ષની વચ્ચે છે, અને તેઓ ખતરનાક રીતે કોરોના વાયરસથી પ્રભાવિત છે. ડોક્ટર ડેમેયરે જણાવ્યું કે આ બધા જ યુવા દર્દીઓની એક સરખી જ ફરિયાદ હતી. તેમને કહ્યું એ બધા જ એક અઠવાડિયા પહેલા બીમાર પડયા, તાવની સાથે ઘરે રહયા. તેમને એવું લાગ્યું કે તાવ ખતમ થઇ ગયો. બે દિવસ માટે સારું લાગ્યું. અને આ પછી તાવની અસર ઓછી થયા બાદ તેમને સૂકી ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરી.’

Image Source

તપાસમાં દર્દીના લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમની ઉંમર પ્રમાણે ખૂબ જ ઓછું હોવાનું બહાર આવ્યું છે. COVID-19 એ શ્વસન રોગ છે જેમાં કેટલાકને ઓક્સિજનની જરૂરિયાત માટે વેન્ટિલેટર પર મુકવા પડે છે. ડોકટરે યુવાન અને સ્વસ્થ લોકોના ફેફસાના સ્કૅનના આધારે એક ખુલાસો કર્યો હતો કે યુવાનોના મૃત્યુનો આંકડો ખૂબ જ ભયાનક છે.

પહેલા સ્કેનમાં સામાન્ય સ્વસ્થ ફેફસા દેખાય છે, બીજામાં ફેફસામાં ફ્લૂડ ભરેલું દેખાય છે અને ત્રીજામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ડોકટરે કહ્યું કે એવા લોકો સજા જરૂર થઇ શકે છે પણ આ એક જીવલેણ પરિસ્થિતિ છે. એવા લોકો સાજા થઇ જાય છે કે જે લોકો સ્મોક નથી કરતા, અને જેમને પહેલેથી જ કોઈ હાર્ટ ડિસીઝ કે ડાયાબિટીસ નથી. એવા લોકો યુવાન અને સ્વસ્થ છે.

Image Source

જણાવી દઈએ કે વિશ્વના 176 દેશો સુધી પહોંચી ચુક્યો છે. કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધીમાં 220,313 લોકો આવી ચુક્યા છે, જેમાંથી 8,980 મૃત્યુ પામ્યા છે, જયારે 85,769 લોકો સાજા પણ થયા છે. કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોમાં નવજાતથી લઈને સદી પુરી કરી ચૂકેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.