આયુર્વેદ પાસે ઔષધિઓનો ખજાનો છે. પહેલાના સમયમાં મોટાભાગના લોકો આયુર્વેદ દ્વારા જ પોતાનો ઉપચાર કરતા અને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન પણ જીવતા હતા, પરંતુ આજ-કાલની ખાણીપીણીના કારણે આપણું આયુષ્ય પણ ઘટ્યું છે સાથે રોગો પણ વધવા લાગ્યા છે. આજે અમે તમને એક આયુર્વેદિક ઉપચાર જણાવીશું જે તમારા વજન ઘટાડવાની સાથે સાથે બીજા પણ ઘણા રોગોમાં ફાયદાકારક બનશે. આ ઉપાય છે ઓલિવ બીજનો જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ઓલિવ બીજને હલીમ બીજ અને ચમસૂર બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જોઈએ તેના ફાયદાઓ.

1. લોહીમાં કરે છે વધારો:
નિયમિત રૂપે ઓલિવનાં બીજુંનું સેવન કરવાથી તમારા લોહીમાં વધારો થાય છે કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં આયરન રહેલું છે જે લોહીને વધારવામાં મદદ કરે છે. પ્રસુતિ બાદ મહિલાઓ માટે પણ તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

2. સ્તનપાન કરાવતી મહિલાના દૂધમાં કરે છે વધારો:
સ્તનપાન કરવાતી મહિલાઓએ પોતાના દૂધમાં વધારો કરવા માટે નિયમિત રૂપે માત્ર એક ચમચી ઓલિવ બીજનું સેવન કરવું જોઈએ. જેનાથી દૂધમાં વધારો થાય છે.

3. કબ્જની સમસ્યાથી છુટકારો:
ઓલિવ બીજની અંદર ઓગળી જનારું ફાયબર હોય છે. માટે તેના નિયમિત સેવનથી કબ્જ અને એસીડીટી જેવી સમસ્યાથી કાયમી છુટકારો મળે છે.

4. મસલ્સ બનાવવા માટે:
ઓલિવ બીજને સુપર ફૂડ માનવામાં આવે છે કારણ કે તેની અંદર પ્રોટીનની માત્રા પણ વધારે જેના કારણે પ્રોટીન મસલ્સ વધારવામાં ખુબ જ ફાયદાકારક બને છે.

5. હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલ ઘટાવે છે:
ઓલિવ બીજને પાણીની અંદર પલાળીને ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. તે હૃદયના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકાર છે. સાથે જ તે શરીરમાં કોલેસ્ટ્રોલને પણ ઘટાવવામાં મદદ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.