ખબર

ખરાબ સમાચાર: અહીં એક શાકભાજી વેચનારનું થયું મોત, કારણ છે ચોંકાવનારું, વાંચો સમગ્ર વિગત

હાલ લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ઉત્તરપ્રદેશના અલી ગઢમાં 22 એપ્રિલ 2 ઘટના ઘટી હતી. પહેલી ઘટનામાં એક શાકભાજીવાલાનું મોત નીપજ્યું છે. શાકભાજીવાલાનું પરિવારજનોનું કહેવું છે કે, પોલીસવાળાએ ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત નીપજ્યું હતું.

Image Source

બીજી ખબરમાં શાકભાજીવાળાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ નિર્ધારિત સમય પૂરો થઇ ગયા બાદશાકભાજીની દુકાન બંધ કરાવવા માટે દુકાન પર ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લવકુશ નામના શાકભાજી વેચનારનું મોત નીપજ્યું હતું. આ અલીગઢના દીલ્હી ગેટ વિસ્તારનો રહેવાસી હતો. તેના પરિવારજનો કહે છે કે 20 એપ્રિલની સવારે જલાલપોર પોલીસ ચોકીના સબ ઈન્સ્પેક્ટર દ્વારા તેને ખરાબ રીતે માર માર્યો હતો. તેની દુકાન બંધ કરવામાં મોડું થતા તેને મારમારવામાં આવ્યો હતો.

ઘટના બાદ પરિવારના લોકોએ આસપાસના 50 લોકો સાથે પોલીસ ચોકી સામે ધરણા કર્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પરિવારને સમજાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.

Image Source

તો બીજી તરફ પોલીસ પર હુમલાની ઘટનામાં છ લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, લગભગ 11 વાગ્યાના અરસામાં પોલીસ ટિમ ત્યાં પહોંચી હતી. કોન્સ્ટેબલ જુનૈદે દુકાન બંધ કરવાનું કીધું હતું. આ કારણે 2 શાકભાજીવાળાએ કોન્સ્ટેબલ પ હુમલો કર્યો હતો. આ બાદ આજુબાજુના લોકોએ આવી પોલીસની જીપ પર હુમલો કર્યો હતો.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.