નદીમાં ડૂબી રહ્યો હતો યુવક, કિનારે ઉભેલી ભીડ પાડી રહી હતી બૂમો, ત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર નદીમાં કૂદી પડ્યા આ પોલીસકર્મી

પોલીસ વિશે આપણા  દિમાગની અંદર મિશ્ર છબી વ્યાપેલી છે, પરંતુ ઘણા પોલીસકર્મીઓ એવા કામ કરે છે જે દિલ પણ જીતી લેતા હોય છે, એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં નદીની અંદર ડૂબી રહેલા યુવકને બચાવવા માટે આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરે પોતાનો જીવ પણ જોખમ મૂકી દીધો અને તે વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બની છે યુપીના ગંગાનહર સાંકરામાં. જ્યાં દાદો પોલીસ સેટશનના એસઆઈ આશિષ કુમાર 20 જૂનના રોજ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન જ તેમને નદીમાંથી બૂમો પાડવાનો  અવાજ સાંભળ્યો. આ સમયે આશિષ કુમારે પોતાના જીવની સહેજ પણ ચિંતા કર્યા વગર નદીના ઊંડા પાણીની અંદર જંપલાવી દીધું.

આશિષ કુમારે ખુબ જ મહેનત કરીને તે યુવકનો જીવ બચાવી તેને બહાર કાઢ્યો. જયારે ઇન્સ્પેકટર લોકોનો જીવ બચાવી રહ્યા હતા ત્યારે લોકોની ભીડ પણ ભેગી થઇ ગઈ હતી. ત્યાં ઉભા રહેલા કોઈ વ્યક્તિએ આશિષ કુમારનો વીડિયો પોતાના મોબાઈલની અંદર કેદ કરી લીધો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને તેમના કામની ચારેબાજુ પ્રસંશા થઇ રહી છે.

આશિષ કુમારના આ સાહસ માટે યુપી સરકારે તેમને 50 હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. યુપીના ડીજીપીએ તેમની આ બહાદુરી અને કર્તવ નિષ્ઠા માટે સરકાર તરફથી આ ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત અલીગઢ પોલીસના એસઆઈની આ બહાદુરી માટે એસએસપી કલાનિધિ નૈથાની દ્વારા પ્રશસ્તિ પત્ર અને 25000 રૂપિયા પ્રોત્સાહન રાશિ આપી અને તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા. તેમને ટ્વીટ કરીને જણાવ્યું કે આશિષ કુમ્મરે બાળપણમાં તરવાનું શીખ્યું હતું અને વર્ષો પછી તરતા ના હોવા છતાં પણ તેમને ડૂબી રહેલા વ્યક્તિનો જીવ બચાવ્યો.

Niraj Patel