મહિલા ટીચર પર લાગ્યો ગંદા વીડિયો બનાવવાનો આરોપ, વિદ્યાર્થીનીઓના બનાવતી હતી ન્હાતા અને કપડા બદલતા વીડિયો…

હોસ્ટેલમાં ટીચરે ચુપચાપ બનાવ્યો ગંદો વીડિયો, બાળકીઓની બગડી તબિયત અને પછી…

હાલમાં જ એક શાળામાંથી ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલા ટીચર પર ગંદા વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે. આરોપી ટીચર હંગામા બાદ ફરાર થઇ ગઇ હતી. આ વીડિયો વાયરલ થવાના ડરથી ઘણી વિદ્યાર્થીનીઓની તબિયત બગડી ગઇ છે. એક મહિલા ટીચર પર આરોપ લાગ્યો છે કે, તેણે વિદ્યાર્થીઓના ઘણીવાર ગંદા વીડિયો બનાવ્યા. તેમજ તેમણે વિદ્યાર્થીનીઓને ધમકી પણ આપી હતી કે જો તેમણે કોઇ પરિજનને આ મામલે ફરિયાદ કરી તો તેમના ઘરવાળા વિરૂદ્ધ ખોટો કેસ લગાવી ફસાવી દેશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ જાણકારી જયારે બાળકોના પરિજનને થઇ તો હંગામો થઇ ગયો અને એકઠા થયેલ લોકો ફરિયાદ છાત્રાલય પહોંચ્યા. તે બાદ તપાસ અધિકારી પણ ત્યાં પહોંચ્યા પરંતુ આરોપી ટીચર પોતાના મોબાઇલ સાથે ફરાર થઇ ગઇ. ગુરુવારની સાંજે કેટલીક વિદ્યાર્થીનીઓની એ વિચારીને તબિયત ખરાબ થઇ કે આરોપી ટીચર તેમના વીડિયો વાયરલ ન કરી દે. કારણ કે હવે તેની કરતૂત બધાને ખબર પડી ગઇ છે.

આ ઘટના અલીગઢના આવાસીય કસ્તૂરબા ગાંધી આવાસીય બાલિકા વિદ્યાલયમાં થઇ. મોડી રાત્રે વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક ખરાબ થતા તેમને જલ્દી જલ્દીમાં હોસ્પિટલ લાવવામાં આવી. લગભગ અડધો ડઝન વિદ્યાર્થીનીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર આલા અધિકારી પહોંચી ગયા હતા. હોસ્ટેલમાં વિદ્યાર્થીનીના ગંદા વીડિયો બનાવવાનો આરોપ પરિજન અને વિદ્યાર્થીનીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં તેમની સારવાર તેમને રજા આપવામાં આવી હતી. કેટલીક વિદ્યાર્થીનીઓ અને પરિજનોએ એક સાયન્સ ટીચર પર બાળકીના કપડા બદલતા અને નહાતી હોવાના વીડિયો પણ બનાવવાનો આરોપ લગાવ્યો છે. પોલિસે હાલ મામલો દાખલ કર્યો નથી અને તપાસ કરી રહી છે.

બીએસે જણાવ્યુ કે, ત્રણ સદસ્યીય ટીમે ગુરુવારે સાંજે રીપોર્ટ સોંપી છે. તેમાં પૂર્ણ કાલિક શિક્ષિકા અને વોર્ડનને દોષી ગણાવી. કસ્તૂરબા સ્ટાફ કોન્ટ્રાક્ટ પર હોય છે, બંનેના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ત્યાં બીજી બાજુ કેટલાક લોકોનું કહેવુ છે કે, આ પ્રકરણ લાંબા સમયથી ચાલી રહ્યુ છે.

Shah Jina