પતિને છોડીને સગા દિયર સાથે લગ્ન કરનારી મહિલાના ફક્ત ચાર મહિનામાં જ થઇ ગઈ હત્યા, કારણ હતું ગજબનું

આ સ્ત્રીએ પતિને છોડીને દિયર સાથે પ્રેમ પાંગર્યો અને પરણી ગઈ, હવે દિયરે કરી સ્ત્રીની હત્યા…કારણ સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી હત્યાના અનેક ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવત રાખી હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં કોઇની હત્યા નિપજાવવામાં આવતી હોય છે. તો ઘણીવાર કોઇ નાનું અમથી વાત પણ હત્યાનું કારણ બની જતી હોય છે. ત્યારે હાલ એક એવો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે તેની પત્નીની હત્યા કરી દીધી અને તેનું કારણ હતુ કે તેની પત્નીએ તેને ખાવાનું ગરમ કર્યા વગર આપ્યુ હતુ. હત્યા બાદ તે થોડીવાર સુધી લાશ પાસે બેઠો રહ્યો અને પછી પોલિસ સ્ટેશન પહોંચી ગયો.

ત્યાં જઇને તેણે કહ્યુ સાહેબ મારી ધરપકડ કરી લો. મેં મારી પત્નીની બાઇકના ક્લચ વાયરથી ગળુ દબાવી હત્યા કરી દીધી છે.શરૂઆતમાં તો પોલીસ આ વાતને માની નહિ, પરંતુ જ્યારે આરોપીએ આગ્રહ કર્યો તો પોલીસ તેની સાથે ઘર સુધી આવી. રૂમમાં તેની પત્નીની લાશ પડી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાની જાણ થતાં મહિલાના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે દહેજ હત્યાનો કેસ નોંધ્યો છે.કુંવરચંદ કાસગંજના સહવર પોલીસ સ્ટેશનના ભિલોલી ગામમાં રહે છે.

તેમની 22 વર્ષની પુત્રી સંધ્યાના લગ્ન લગભગ 4 મહિના પહેલા ફેબ્રુઆરીમાં માદાપુર ગામના રહેવાસી લોકેશ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ બંને વચ્ચે અણબનાવ થયો હતો. ત્યારબાદ લોકેશ નોકરી કરવા માટે દિલ્હી ગયો હતો. આ દરમિયાન દિયર રાહુલ સાથે સંધ્યાની નિકટતા વધી. જ્યારે પરિવારજનોને આ વાતની જાણ થઈ તો તેઓએ એપ્રિલમાં સંમતિથી બંનેના લગ્ન કરાવી દીધા. સંધ્યા રાહુલ સાથે રહેવા લાગી. લગ્ન કર્યા પછી થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું. જો કે પછી બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા.

નાની નાની બાબતો પર પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા. સોમવારે રાત્રે પણ સંધ્યાનો જમવાનું ગરમ ન ​​કરવાને લઈને રાહુલ સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ મામલો રાત્રે શાંત પડ્યો. ત્યારબાદ મંગળવારે સવારે રાહુલે બાઇકના ક્લચ વાયર વડે સંધ્યાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.મૃતકના પિતાએ દહેજના કારણે મોતનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે લગ્ન બાદ જમાઈ લોકેશ તેને દહેજ માટે મારતો હતો.

રાહુલ કે જે તેનો દિયર હતો અને હાલમાં તેનો પતિ હતો તે સંધ્યાની છેડતી કરતો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સોમવારે મોડી રાત્રે પણ રાહુલ દીકરીના રૂમમાં આવ્યો અને છેડતી કરવા લાગ્યો. વિરોધ કરવા પર બધાએ તેને દહેજ માટે માર મારવાનું શરૂ કર્યું અને પછી હત્યા કરી.હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને આરોપી રાહુલને જેલમાં મોકલવામાં આવી રહ્યો છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Shah Jina