આલિયા ભટ્ટે એવી શુગરની એવી એડ કરી કે થઇ ટ્રોલ, યુઝર્સ બોલ્યા- પૈસા માટે ઝહેર પણ વેચી શકે છે…

અરબોપતિ બૉલીવુડ સેલિબ્રિટીઓ લોકોને કેવા મૂર્ખ બનાવે છે આ રહ્યું લાઈવ ઉદાહરણ, મગજ કામ નહિ કરે જાણીને

બોલિવુડ સેલિબ્રિટીઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર ઓનલાઇન ટ્રોલિંગનો શિકાર થતા રહે છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઇને શાહરૂખ, અજય અને અક્ષય કુમાર સુધી બી-ટાઉનના ઘણા સ્ટાર્સ અલગ અલગ કારણોને લઇને ટ્રોલ થઇ ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં બોલિવુડની ગંગુબાઇ કહેવાતી આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઇ ચૂક્યુ છે. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના બે વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

એક વીડિયોમાં આલિયા શુગર ડ્રિંકને એન્ડોર્સ કરતી જોવા મળી રહી છે. ત્યાં બીજી બાજુ અભિનેત્રી શુગરને હાનિકારક જણાવી રહી છે. આને લીધે નેટિજન્સ અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક મીડિયા યુઝર્સ આલિયાને પાખંડી કહી રહ્યા છે. એક યુઝરે આલિયાનો વીડિયો શેર કરી લખ્યુ- શું પાખંડ છે, પૈસા માટે કંઇ પણ કરી શકે છે. બીજાએ લખ્યુ- પૈસા માટે તે ઝહેર પણ વેચી શકે છે. આમ તો શુગરને પણ સ્લો પોઇઝન જ કહેવામાં આવે છે.

જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ ફિલ્મ “કલંક”ના પ્રમોશન માટે વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર સાથે કપિલ શર્માના સેટ પર પહોંચી હતી. શો દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે શુગરનું સેવન નથી કરતી કારણ કે તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ ઉપરાંત આલિયાએ ત્યાં હાજર દર્શકોને એ પણ સુઝાવ આપ્યો હતો કે લોકોએ ફળોના માધ્યમથી જ શુગરનું સેવન કરવું જોઇએ.

પોતે શુગરનું સેવન નહિ કરનારી આલિયાને જયારે ફ્રુટી, ચોકલેટ્સની જાહેરાતમાં જોવામાં આવી ત્યારે યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. લોકોનું કહેવું છે કે પોતે શુગર નથી લેતી પરંતુ જાહેરાત કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યુ- આવી પ્રોડક્ટ્સને બેન કરી દેવી જોઇએ. આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ RRRમાં જોવા મળી હતી. આ પહેલા તેની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડી રીલિઝ થઇ હતી.

આ ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. આલિયા આ દિવસોમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરવા જઇ રહી છે. આ પહેલા તે બંને ગલી બોયમાં સાથે જોવા મળ્યા હતા.

Shah Jina