હોસ્પિટલથી ઘરે પહોંચી રણબીર કપૂર-આલિયા ભટ્ટની નાની પ્રિન્સેસ, કપૂર પરિવારમાં જશ્નનો માહોલ, જુઓ દીકરીની પહેલી ઝલક

હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ આલિયા ભટ્ટ, નાની પરીને જોવા માટે ચાહકો બેતાબ, જુઓ પહેલી ઝલક

બોલિવુડના સૌથી પ્રેમાળ કપલ્સમાંના એક રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે પેરેન્ટ્સ બની ચૂક્યા છે. આલિયાએ 6 નવેમ્બર રવિવારના રોજ એક દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારે હવે દીકરીના જન્મ બાદ ન્યુલી મોમ આલિયા ભટ્ટ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે. રણબીર કપૂર અને આલિયા તેમની લિટલ પ્રિન્સેસને લઇને તેમના ઘરે પણ પહોંચી ચૂક્યા છે. નાની પરીના વેલકમ માટે પરિવારે પૂરી તૈયારી કરી લીધી હતી.

કપૂર અને ભટ્ટ પરિવારમાં હાલ જશ્નનો માહોલ છે. પરિવાર માટે આ પળ ઘણો જ ખાસ છે. હોસ્પિટલથી નીકળતા રણબીર આલિયાની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. રેન્જ રોવર કારમાં રણબીર અને આલિયા તેમની નાની પરીને લઇને હોસ્પિટલથી નીકળતા પણ જોવા મળી રહ્યા છે. ચાહકો આલિયા-રણબીરની દીકરીને જોવા માટે ઘણા આતુર છે.

રણબીર-આલિયાની લિટલ પ્રિન્સેસ કોના જેવી લાગે છે, તે જાણવા માટે બધા ઉત્સુક છે. પરંતુ ચાહકોને લિટલ પ્રિન્સેસ કેવી લાગે છે તે જોવા માટે હજી વધુ રાહ જોવી પડશે. હોસ્પિટલથી પોતાની લાડલીને લઇને ખોળામાં લઇ રણબીર કપૂર હાઉસ પહોંચ્યો હતો. રણબીરની તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, કારમાં રણબીરના ખોળામાં તેની પુત્રી છે. જો કે આ દરમિયાન રણબીર અને આલિયાની સ્પષ્ટ તસવીરો સામે આવી નથી.

એવા અહેવાલો હતા કે આલિયા અને રણબીર બંને પહેલી વાર પોતાની દીકરીને પોતાની બાહોમાં લેતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બંનેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આલિયા અને રણબીરના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગથી ઓછા નહોતા.

લગ્નના બે મહિના બાદ એટલે કે જૂનમાં આલિયાએ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. હવે આલિયા અને રણબીરના ઘરે લગ્નના સાત મહિનામાં લિટલ એન્જલનું આગમન પણ થઇ ગયુ છે. જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જે બાદ બંને રિલેશનશિપમાં આવ્યા અને પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

ડિલીવરી બાદ આલિયાના ચહેરા પર જે ચમક જોવા મળી તે જોવાલાયક હતી. આ દરમિયાન આલિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. ત્યાં તેના થોડા વિખેરાયેલા વાળ તેના લુકને ખૂબસુરત બનાવી રહ્યા હતા. આલિયા કારમાં બેસી વારંવાર રણબીર અને તેની દીકરીને નિહારતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા પાસે કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ છે, તે ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેનો કો-એક્ટર ગેલ ગેડોટ છે. બીજી તરફ, રણબીર કપૂરના આગામી પ્રોજેક્ટ્સમાં લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ અને સંદીપ રેડ્ડી વાંગાની ‘એનિમલ’નો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina