હાલ બોલીવુડમાં ખુબ જ ચર્ચામાં ચાલી રહેલા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો 72મોં જન્મ દિવસ છે. એ નિમિત્તે તેની દીકરી આલિયા ભટ્ટે પણ એક ઈમોશનલ પોસ્ટ દ્વારા તેના પિતાને જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી.

આલિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં તેને પોતાના બાળપણની તસ્વીર સાથે એક સિંહનો સ્કેચ પણ શેર કર્યો છે. આ સાથે જ તેને ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે.

આલિયાએ પોસ્ટની અંદર લખ્યું છે: “મારી પાસે આજે કહેવા માટે કઈ વધારે નથી. આ કેપશનમાં લખવા માટે આ વર્ષે અમારો અનુભવ ખુબ જ વધારે છે. પરંતુ હું એક વાત કહેવા માંગુ છું. કેટલીક આપણી ગમતી ફિલ્મોથી. ‘પોતાની અંદર જુઓ, તમે જે છો તેનાથી વધારે છો. યાદ રાખો તમે કોણ છો. યાદ રાખો !!!’ અભિનંદન મારા મુફાસા… તમે એક સારા માણસ છો ! ક્યારેય કોઈ બીજાની વાત ઉપર વિશ્વાસ ના કરતા !!!”
View this post on Instagram
પોસ્ટની સાથે જોડવામાં આવેલી પહેલી તસ્વીરમાં આલિયાએ એક પ્રેમાળ ચિત્રણ શેર કર્યું છે, જેમાં એક નાની છોકરીને એક સિંહ પાસે બતાવવામાં આવી છે અને સિંહ તેની સાથે પ્રેમ ભરેલો વ્યવહાર કરી રહ્યો છે. બીજી તસ્વીર આલિયાના બાળપણની છે જેમાં પિતા મહેશ ભટ્ટ તેને હાથમાં પકડીને નજર આવી રહ્યા છે અને એ દરમિયાન જ આ ફોટો ક્લિક થયો છે.

મહેશ ભટ્ટ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઘણા જ ચર્ચામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. અભિનેત્રી કંગના રનૌતે પણ તેમના ઉપર ઘણા જ ગંભીર આરોપો મુક્યા છે.

વાત જો આલિયાની કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે “સડક-2” ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર હતા. આ ઉપરાંત તે હવે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”, “ગંગુબાઈ કાઠિયાવાડી”માં પણ નજર આવશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.