ખબર મનોરંજન

આ ક્યાં નીકળ્યા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ? એરપોર્ટ પર સ્ટાઈલિશ લુકમાં થયા સ્પોટ

ન્યુ યર સેલિબ્રેશન માટે કપૂર પરિવાર સાથે વેકેશન પર નીકળી આલિયા ભટ્ટ, એરપોર્ટ પર જોવા મળ્યો ખાસ અંદાજ

વર્ષ 2020ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. બૉલીવુડ સેલેબ્સએ નવા વર્ષનો જશ્ન શરૂ કરી દીધો છે. નવા વર્ષની શરૂઆત પહેલા એક બાદ એક સેલેબ્સ એરપોર્ટ પર સ્પોટ થતા રહે છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ સેલિબ્રિટીઓ નવા અંદાજમાં આવનારા વર્ષનું સ્વાગત કરશો.

 

View this post on Instagram

 

A post shared by Alia ❤️ (@_ilovealiabhatt_)

આ વર્ષે બીટાઉનના ટોપ સ્ટાર્સ અને જાણીતું કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂરને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ બંને સિતારાઓ સાથે એક્ટરની માતા નીતા કપૂર તેની બહેન રીધ્ધીમા કપૂર વિથ ફેમિલી નજરે આવી હતી. જો સ્ટાઇલની વાત કરવામાં આવે તો બધાએ ટ્રાવેલ ફ્રેન્ડલી આઉટફિટ પર પસંદગી ઉતારી હતી.

રણબીર કપૂરના લુકની વાત કરવામાં આવે તો તેને આ દરમિયાન બ્લેક ટી શર્ટ, બ્લુ ટ્રાઉઝર સાથે મેચિંગ જેકેટમાં અલગ જ લાગતો હતો. રણબીરે જાણીતી ઇટાલિયન લકઝરી બ્રાન્ડ PRADAનો સ્વેટશૂટ પહેર્યો હતો. આ સિવાય આલિયાના લુકની વાત કરવામાં આવે તો તે ગ્રીન રેક શૂટમાં કુલ અંદાજમાં જોવા મળી હતી. જેનું જેકેટ ક્રોપ્ડ હતું અને પેન્ટ કાર્ગો ડિઝાઈન હતું. આ સાથે આલિયાએ વ્હાઇટ ટીશર્ટ અને સ્નીકર્સ પહેર્યા હતા. આ સાથે જ આલિયાએ શોલ્ડર બેગ પણ કેરી કરી હતી. જે તેના માસ્કના કલર સાથે મેચ થતી હતી.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

નીતુ કપૂરની વાત કરવામાં આવે તો બ્લેક ટોપ, જીન્સ અને ડેનિમ જેકેટમાં સ્ટનિંગ નજરે આવી હતી. એરપોર્ટ પર બધાએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા. રીધ્ધીમાએ બ્લેક પેન્ટ્સ સાથે Chanelનું ટોપ પહેર્યું હતું. આ સાથે વ્હાઇટ કલરના ફૂટવેર પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

ફેન્સને તેની આ તસ્વીર ઘણી પસંદ આવી રહી છે. ફેન્સ તેની આ તસ્વીરને ઘણી પસંદ કરી રહ્યા છે. હાલમાં જ રણબીરે આલિયા સાથેના લગ્નને લઈને મૌન તોડયું હતું. રણબીરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો મહામારી ના હોત તો આ ડીલ થઇ ગઈ હોત. હું કંઈ પણ બોલીને આ પર નજર નથી લગાડવા માંગતો. હું જલ્દી જ આ ગોલને પૂરું કરવા માંગુ છું. મારી ગર્લફ્રેન્ડ આલિયા થોડી ઓવરઅચીવર છે. તેને ગિટારથી લઈને સ્ક્રીનરાઇટિંગ સુધીના બધા ક્લાસ કર્યા છે. હું તેની સામે હંમેશા અંડરઅચીવર મહેસુસ કરું છું. મેં કોઈ ક્લાસ નથી કર્યા.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે બ્રહ્માસ્ત્ર અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મમાં નજરે આવશે. તો રણબીર કપૂર બ્રહ્માસ્ત્ર અને શમશેરમાં નજરે આવશે. બ્રહ્માસ્ત્રપહેલી એવી ફિલ્મ હશે જેમાં રણબીર અને આલિયા એક સાથે સ્ક્રીન શેર કરશે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)