ખૂબસુરતીમાં જરા પણ કમ નથી શાહરૂખ ખાનની ભત્રીજી આલિયા છિબ્બા, જુઓ ખૂબસુરત તસવીરો

શાહરૂખ ખાનની ભત્રીજીની આગળ દીકરી સુહાના ખાન પણ પડી જાય છે ફિક્કી ! તસવીરોમાં જુઓ હુસ્નનો જલવો

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનના બાળકો વિશે તો બધા જાણે જ છે. તેમના બાળકો કોઇ બોલિવુડ સ્ટારથી કમ નથી. તેમાં પછી તેમના દીકરા હોય કે તેમની દીકરી સુહાના ખાન. પરંતુ આજે અમે શાહરૂખ ખાનના બાળકોની નહિ પરંતુ તેના પરિવારના એક સભ્ય વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને તમે ભાગ્યે જ ઓળખતા હશો કે તેનું નામ સાંભળ્યુ હશે.

એ નામ છે આલિયા છિબ્બા. આલિયા છિબ્બા કોણ છે અને તે શાહરૂખ ખાનની કોણ થાય છે. તે બધુ આજે અમે તમને જણાવીશું. આલિયાની તસવીરો દુબઇમાં રમવામાં આવેલા આઇપીએલ દરમિયાન ઘણી વાયરલ થઇ હતી. તે શાહરૂખ ખાનની બર્થ ડે પાર્ટીમાં પણ જોવા મળી હતી.

તે બાદ લોકો જાણવા ઇચ્છે છે કે આખરે આ આલિયા છિબ્બા કોણ છે ? અને તે શાહરૂખ અને તેના પરિવારની આટલી નજીક કેમ છે. એવામાં તમને જણાવીએ કે, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનના ભાઇ વિક્રાંતની દીકરી છે આલિયા છિબ્બા. એટલે કે આલિયા ગૌરી ખાનની ભત્રીજી છે. ગૌરી ખાનની ભત્રીજી હોવાને નાતે તે શાહરૂખ ખાનની પણ ભત્રીજી થઇ.

આલિયા શાહરૂખ ખાનની 55માં જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઇ હતી. આલિયાએ શાહરૂખ અને અબરામ સાથે એક તસવીર પણ શેર કરી હતી. આલિયા સુહાનાની કઝિન છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની ખૂબસુરત તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

આલિયાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોતા જ ખબર પડે છે કે તે કેટલી ગ્લેમરસ લાઇફ જીવે છે. એવું લાગે છે કે તેન ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાવવાનો કોઇ ઇરાદો નથી. મુંબઇ મિરરના રીપોર્ટ અનુસાર તેણે ફેશન સાથે જોડાયેલ અભ્યાસ કર્યો છે અને તે પોતાની ફેશન બ્રાંડ બનાવવા ઇચ્છે છે.

આલિયાએ કોરોના મહામારી વચ્ચે કંઇક અલગ Socksની લાઇન લોન્ચ કરી. આલિયાએ ડિઝાઇનર ફેસ માસ્ક પેશ કર્યા . આલિયાના બ્રાંડમાં ઘણી ફંકી એસેસરીઝ છે. આલિયા વર્ષ 2019માં ત્યારે ચર્ચામાં આવી હતી, જયારે તેના કોલકાત્તામાં લગ્ન થયા હતા.

આલિયાએ લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બહેન સુહાના ખાન સાથે પોઝ આપતી જોવા મળી હતી. તસવીરો શેર કરતા આલિયાએ લખ્યુ હતુ કે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે મારા લગ્ન થઇ ગયા.

આલિયા તેની ફોઇ ગૌરી ખાનની ઘણી નજીક છે. તે શાહરૂખ ખાનથી પણ વધારે ક્લોઝ છે. તે ઘણીવાર શાહરૂખના પરિવાર સાથે સમય વીતાવે છે. ઉલ્લેખનીય છે કે, આલિયાના લગ્ન 21 વર્ષની ઉંમરે જ થઇ ગયા હતા. તેને જોઇને તમે અંદાજ જ નહિ લગાવી શકો કે તે મેરિડ છે.

આલિયા ઘણી ખૂબસુરત અને સ્ટાઇલિશ છે. તે પોતાને લેટેસ્ટ ટ્રેન્ડથી અપડેટ રાખે છે. તે કોરોના કાળમાં તેની પોતાની બે બ્રાંડ્સ પણ ખોલી ચૂકી છે. તેણે સ્ટાઇલિશ માસ્કનું પણ પ્રોડક્શન શરૂ કર્યુ છે.

આલિયા તેની બહેન અને શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાનની જેમ બોલ્ડ છે. આલિયાની ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધારે લોકો ફોલો કરે છે.

Shah Jina