સ્ટાઇલના ચક્કરમાં ગર્ભવતી આલિયા ભટ્ટે પહેરી લીધો એવો ડ્રેસ, આખી ઇવેન્ટમાં વારંવાર કરતી રહી સરખો

છેલ્લા ૨ મહિનાથી સોશિયલ મીડિયા પર બૉલીવુડ ફિલ્મ આવતા જ ‘બોયકોટ બોલિવૂડ’ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને વારાફરીથી એક પછી એક ફિલ્મનો ભોગ લેવાઈ રહ્યો છે. આને લીધે ઘણી ફિલ્મ પ્રોડક્શન્સ હાઉસની સાથે મોટામાં મોટા સુપરસ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. સોશિયલ મીડિયામાં કરોડોપતિ સેલિબ્રિટીના જૂના સ્ટેટમેન્ટને વાયરલ કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની ફિલ્મો ન જોવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાની પાછળ લોકોનો ગુસ્સો ફાટ્યો છે, જેનું મૂળ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ધર્મના નામે કે બીજા કોઈ મુદ્દે ફિલ્મોને ઘેરીને તેમને ફ્લોપ કરાવવું આવા લોકોનું લક્ષ્ય બની ગયું છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે. આ ફિલ્મ માટે આમિરે રાત દિવસ એક કરીને પ્રમોશન કર્યું હતું પરંતુ ફિલ્મને હિટ કરવામાં આમિર ફળ થયા ન હતા. હવે, શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને ઘેરવામાં આવી રહી છે.

ફિલ્મના પોસ્ટર લોન્ચ, ટિઝર, સોન્ગ અને ટ્રેલર લોન્ચનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિરોધ કર્યા બાદ, આ ફિલ્મને જાહેરમાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે બૉલીવુડ સેલિબ્રિટી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર સિલ્વર સ્ક્રિન પર રિલીઝ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આલિયા અને રણબીર પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે.

હાલમાં દિલ્હીમાં ફિલ્મના પ્રમોશન પછી આલિયાને અચાકનક કમરમાં દુખાવો થવા લાગ્યો.આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ છે, પરંતુ ફિલ્મના પ્રમોશન માટે આલિયા અને રણબીર સતત ટ્રાવેલ કરી રહ્યા છે. પ્રેગ્નન્સીની હાલતમાં નોન સ્ટોપ ટ્રાવેલ કરવા અને કામ કરવાના કારણે આલિયા ભટ્ટે અચાનક કમરમાં દુખાવો થવા લાગ્યો. જો કે, મહિલા ગર્ભવતી હોય ત્યારે આ પ્રકારનો દુખાવો સામાન્ય બાબત છે.

બૉલીવુડ ટોપ સેલીબીરીતે લેટેસ્ટ ઇવેન્ટમાં રણબીર આલિયાએ પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા. ફિલ્મની સ્ક્રીનિંગ વખતે રણબીર અને આલિયા તેમના ફેન્સને મળ્યા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ ફિલ્મની સ્ક્રીનિંગમાં ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આલિયાએ મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક પૂરો કર્યો.

તો રણબીર કપૂર કેઝ્યુઅલ લુકમાં એકદમ હેન્ડસમ લાગે છે. બંનેને તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મના સ્ક્રીનિંગમાં શનાયા કપૂર સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.શનાયા કપૂર પણ ડેનિમ જેકેટ સાથે સફેદ પેન્ટ અને ટી-શર્ટમાં સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.

બ્રહ્માસ્ત્ર મોટા બજેટની ફિલ્મ છે. બ્રહ્માસ્ત્રના એડવાન્સ બુકિંગને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે કરોડોનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન અક્કીનેની મુખ્ય ભૂમિકામાં છે.

સ્ક્રીનિંગ પછી, ચાહકો તેમનો પ્રતિભાવ આપવા માટે સોશિયલ મીડિયા પર ગયા. તેણે એમ પણ કહ્યું કે અયાન મુખર્જીની ફિલ્મે ‘ભારતીય સિનેમામાં ઐતિહાસિક ક્ષણો’ સર્જી છે. આલિયાના પિતા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને બહેન શાહીન ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા.

YC