મનોરંજન

આલિયા ભટ્ટને પોતાની ભાભી બનાવવા વળી વાત પર કરીના બોલી, જો એ મારી ભાભી બનશે તો…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના પ્રેમસંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે તેમના ચાહકો પણ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા કરીના કપૂર અને આલિયા મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. અહીં કરણ જોહરે આલિયાને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને સવાલ કર્યા હતા.

 

View this post on Instagram

 

#throwback: Kareena & Alia in a frame is too much beauty together.♥

A post shared by Kareena Kapoor Khan (@kareena.kapoor.official) on


આ ઇવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ અને કરીના કપૂરે એક પરિચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન કરણે આલિયાને પૂછ્યું હતું કે, શું તે કયારેય પણ કલ્પના કરી છે કે એક દિવસ તું કરીનાની ભાભી બની શકીશ?
કરણના આ સવાલ પર આલિયા પહેલા કરીનાએ જવાબ આપ્યો હતો. કરીનાએ જવાબ આપતા કહ્યું હતું કે, ‘તે દિવસે સૌથી વધુ ખુશી મને હશે.’ ત્યારબાદ આલિયાએ શરમાતા-શરમાતા કહ્યું હતું કે, ‘ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય પણ આ બાબતે વિચાર્યું જ નથી. આને લઈને હજુ પણ વિચારવા નથી માંગતી.’ આલિયા અને કરીનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

🖤

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


આલિયાની વાત સાંભળીને કરણે પણ તેની મજાક કરી હતી. કરણે કહ્યું હતું કે જયારે આલિયા અને રણબીરના લગ્ન થશે ત્યારે કરીના સાથે તે પણ બહુ જ ખુશ થઇને થાળી લઈને ઉભો રહેશે. કરણે વધુમાં કહ્યું હતું કે, આલિયા સાથે રણબીરના લગ્ન થાય છે તો તેનું કરિયર પણ કરીના જેવું જ જબરદસ્ત હશે.


આલિયાએ તેના જવાબમાં કહ્યું હતું, તે કરીના પાસેથી ઘણું શીખી છે. કરીના તેના માટે પ્રેરણા સ્ત્રોત છે. ‘પહેલા એવું હતું કે, એક્ટ્રેસના લગ્ન થાય એટલે તેની કારકિર્દી ખતમ થઇ જતી હતી, પરંતુ કરીનાએ આ વાતને ખોટી પાડી દીધી છે.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.