રણબીરનું જેકેટ પહેરીને નીકળી પડી આલિયા ભટ્ટ, કહ્યું-‘પતિના કપડા ચોરીને મેં…’ મોટું એવું બેબી બમ્પ છુપાવવા માટે શું શું કરી રહી છે આલિયા

બોલીવુડના રોમેન્ટિક કપલમાના એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અમુક જ મહિનામાં મા-બાપ બનશે. પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ આલિયા પોતાના કામમાં વ્યસ્ત છે અને પોતાના બેબિ બમ્પને લીધે હંમેશા લાઇમલાઇટમાં આવી જાય છે. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પોતાની ગર્ભાવસ્થાની જાણ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી, જેના બાદ લગાતાર શુભકામનાઓનો વરસાદ થયો હતો.

હાલ આલિયા પોતાની પ્રેગ્નેન્સીની સાથે સાથે આવનારી ફિલ્મ ડાર્લિંગ્સને લીધે પણ ચર્ચામાં છે, જેનું પ્રમોશન કરવાનું પણ આલિયાએ શરૂ કરી દીધું છે. એવામાં ગત સાંજે આલિયા આ ફિલ્મના પ્રમોશન માટે સુંદર બ્લેક એન્ડ સિલ્વર શોર્ટ ડ્રેસમાં સ્પોટ થઇ અને ઉપર બ્લેક બ્લેઝર પણ પહેર્યું હતું.

આ ડ્રેસ સાથે આલિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ કર્યો હતો અને  પગમાં હાઈહીલ્સ પણ પહેર્યા હતા. આલિયાનો આ ક્યૂટ અવતાર લોકોએ ખુબ પસંદ કર્યો છે. આલિયાની તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં આલિયા કહી રહી છે કે,”જ્યારે પતિ દૂર હોય.આજે મેં મારો લુક પૂરો કરવા માટે તેનું બ્લેઝર ચોરી કર્યું છે. થેંક્યુ માય ડાર્લિંગ્સ”. આલિયાનો આ ક્યૂટ અંદાજ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મ પ્રમોશનના સમયે આલિયાએ ખાસ કરીને બ્લેઝર પોતાનું બેબી બમ્પ છુપાવવા માટે પહેર્યું હતું અને તે વારંવાર બ્લેઝર દ્વારા પોતાનું બેબી બમ્પ છુપાવવાની કોશિશ કરી રહી હતી, છતાં પણ તેનું બેબી બમ્પ કેમેરામાં કૈદ થઇ ગયું હતું. આલિયાના આ ફની નિવેદન પર લોકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે.

અનન્યા પાંડે અને પૂજા ભટ્ટે તેની પોસ્ટ પર રિકેશન આપ્યું છે અને આલિયા ની મા સોની રાજદાને પણ હાર્ટ અને લાફિંગ ઈમોજી શેર કરી છે. એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”તો શુ થયું? રણબીરે પણ તમારું દિલ ચોરી કર્યું છે”. અન્ય એકે લખ્યું કે,’તમે ખુબ જ સુંદર લાગી રહ્યા છો”.આલિયાએ આ અવતારમાં કેમેરા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા, જેમાં તે એદકમ કાતિલાના દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

જણાવી દઈએ કે આલિયાની ફિલ્મ ડાર્લિંગ્સ 5 ઓગસ્ટના રોજ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.ફિલ્મમાં શેફાલી શાહ અને વિજય વર્મા પણ લીડ રોલમાં હશે, જેને જસ્મીત કે દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ સિવાય આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે, જેમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.

Krishna Patel