આલિયા ભટ્ટનો બર્થ ડે રહ્યો ખૂબ જ સ્પેશિયલ ! સમુદ્રની લહેરો વચ્ચે બિકીની પહેરી ફેન્સને ખુશ કરી દીધા

બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંની એક આલિયા ભટ્ટે હાલમાં જ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ દ્વારા લોકોના દિલમાં બનેલી પોતાની ક્યુટનેસ ઈમેજને તોડીને મજબૂત અવતાર બતાવ્યો છે. તેની ફિલ્મને જબરદસ્ત સફળતા મળી છે અને આ ફિલ્મે 100 કરોડના ક્લબમાં પણ પ્રવેશ કર્યો છે. આલિયા ભટ્ટની સ્ટાઈલ આજકાલ અલગ જ જોવા મળી રહી છે. ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા બાદ આલિયા ભટ્ટની સ્ટાઈલ બદલાઈ ગઈ છે. આલિયા ગંગુબાઈ બાદ તે ઘણી મોટી ફિલ્મોમાં ધમાલ કરતી જોવા મળવાની છે.

 

View this post on Instagram

 

A post shared by aliaangel (@aliiaabhatttt)

આવી સ્થિતિમાં અભિનેત્રીના ફેન ફોલોઈંગમાં વધારો નવાઈની વાત નથી. આલિયા ભટ્ટે ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તેના ખાસ દિવસ એટલે કે 29માં જન્મદિવસની ઝલક શેર કરી છે. આ સાથે અભિનેત્રીએ બધાનો આભાર પણ માન્યો છે. આલિયા ભટ્ટ પોતાનો 29મો જન્મદિવસ ઉજવવા બહેન શાહીન ભટ્ટ અને માતા સોની રાજદાન સાથે માલદીવ ગઈ હતી. આલિયાએ પોતાના જન્મદિવસની ખાસ પળોને એક વીડિયોમાં જોડીને ફેન્સ માટે શેર કરી છે.

વિડિયોની શરૂઆતમાં આલિયા ભટ્ટ બિકી પહેરીને સમુદ્રના મોજાઓ વચ્ચે મસ્તી કરતી જોવા મળે છે. આલિયા ભટ્ટના વિડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે અભિનેત્રીએ ફ્રેન્ડ્સ સિરીઝ જોઈને, ટેસ્ટી ફૂડ ખાઈને, સ્વિમિંગ પૂલમાં મજા કરીને, બેડમિન્ટન રમીને અને દરિયાની વચ્ચેના યોર્ટ પર ડાન્સ કરીને તેમજ ગીતો ગાઇને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આલિયાએ માતા અને બહેન સાથે ખુશીની ક્ષણો વિતાવીને ઘણુ એન્જોય કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by ALIAAMYQUEEN || ♡ (@aliaamyqueen)

આલિયા ભટ્ટનો આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આલિયા ભટ્ટનો આ વીડિયો ફેન્સ માટે રિટર્ન ગિફ્ટથી ઓછો નથી. આલિયાના ચાહકો અંધાધૂંધ કમેન્ટ્સ દ્વારા તેના વખાણ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ બોલિવૂડમાં 10 વર્ષથી વધુ સમયથી છે. તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને હાઈવે, રાઝી અને ગલી બોય જેવી ઘણી ફિલ્મોથી પ્રશંસા મળી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

આજના સમયમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ છે જેમાં સાઉથથી લઈને હોલીવુડ સુધીના પ્રોજેક્ટ્સ સામેલ છે.આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અભિનેત્રીની નવી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઈ ચૂકી છે, જેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ત્યાં, અભિનેત્રી એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળશે. એટલું જ નહીં વર્ષ 2022માં આલિયા ભટ્ટની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે.જેમાં બ્રહ્માસ્ત્ર, ડાર્લિંગ, રોકી ઔર રાનીની લવસ્ટોરી, હાર્ટ ઓફ સ્ટોન સામેલ છે.

Shah Jina