આલિયા ભટ્ટના મંગળસૂત્રમાં છુપાયેલી છે એક ખાસ વાત, ધ્યાનથી જોશો તો આવશે નજર અને તમે પણ કહેશો “આટલો બધો પ્રેમ ?”, જુઓ

ઘણા લાંબા સમયની રાહ જોયા બાદ આખરે બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ રણબીર અને આલિયા ગઈ કાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 13મી એપ્રિલે શરૂ થયેલી મહેંદી સેરેમની બાદ 14મી એપ્રિલે બંનેએ ‘વાસ્તુ’માં સાત ફેરા લીધા. બંનેના લગ્નમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર અને સૈફ અલી ખાન સહિત માત્ર નજીકના પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી.

લગ્ન બાદ આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી છે. લગ્ન બાદ કેક કટિંગ સેરેમનીની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તસવીરોમાં જે વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તે છે આલિયાની વીંટી અને મંગળસૂત્ર.

આલિયાએ તેના લગ્ન માટે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરાયેલ ગોલ્ડન અને બેજ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રણબીરે આલિયાને એક મોટી હીરાની વીંટી આપી છે. આલિયાના મંગળસૂત્રની વાત કરીએ તો તે માત્ર લગ્નના સંબંધો જ નહીં પરંતુ બંને વચ્ચેનો પ્રેમ પણ દર્શાવે છે. મંગળસૂત્રમાં કાળા મોતી અને સોનાની ચેન સાથે ટીયર ડ્રોપ આકારમાં ડાયમંડ પેન્ડન્ટ પણ છે.

આલિયાના મંગળસૂત્રમાં પણ પેન્ડન્ટની પાસે ઇન્ફીનીટીની ડિઝાઇન છે, જે આઠ નંબરની જેમ દેખાય છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂરને નંબર આઠ ખૂબ જ પસંદ છે. કારણ કે રણબીર કપૂરનો લકી નંબર આઠ છે. એટલા માટે આલિયાની ખાસ સૂચનાઓ બાદ જ આ મંગળસૂત્ર તૈયાર કરવામાં આવ્યું છે. તેણીએ તેના દુલ્હનના ડ્રેસ સાથે મરૂન રંગની બંગડી પહેરી હતી. જે આલિયાનો લુક કમ્પ્લીટ કરી રહ્યો હતો.

આલિયાની જવેલરી વિશે જો વાત કરીએ તો આલિયાએ મરૂન અથવા લીલા રંગની જગ્યાએ ડાયમંડ કટ હેવી જ્વેલરી પસંદ કરી. તેના કપાળે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયાએ ખુલ્લા વાળ સાથે માંગ ટીકા અને માથાપટ્ટી પહેરી હતી. સાથે જ રણબીર પણ સફેદ શેરવાનીમાં રોયલ લાગી રહ્યો હતો.

લગ્ન બાદ આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ શેર કરી હતી. જેની સાથે તેણે લખ્યું “5 વર્ષ સુધી અમારા સંબંધોને સંપૂર્ણ રીતે જીવ્યા પછી, આજે અમે પરિવાર અને મિત્રોની સામે સાથે જીવવા અને મરવાના શપથ પણ લીધા છે. ઘરની મનપસંદ જગ્યાની બાલ્કનીમાં અમે સાત ફેરા લીધા છે. અમે અમારા લગ્નને વધુ સુંદર સ્મૃતિઓ બનાવવા માટે પ્રયાણ કર્યું છે. જેમાં પ્રેમ, ખુશી, લડાઈ અને વાઇન બધું હશે.”

Niraj Patel