બેસ્ટફ્રેન્ડના લગ્નમાં આલિયા ભટ્ટે પહેરી લીધો એવો બ્લાઉઝ કે ટ્રોલર્સે ઉડાવી ખરાબ રીતે મજાક, એક યુઝરે કહ્યુ- ઉર્ફી જાવેદ બની રહી છે…

આલિયા ભટ્ટે આ આ કેવું બ્લાઉઝ પહેરી લીધુ, ટ્રોલર્સે ગંદી રીતે ઉડાવી મજાક- PHOTOS જોતા જ હોંશ ઠેકાણે નહિ રહે

બોલિવૂડમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને હાલમાં જ એક ફિલ્મી કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. અનુષ્કા રંજન અને આદિત્ય સીલે 21મી નવેમ્બરના રોજ સાત ફેરા લીધા અને કાયમ માટે એક થઇ ગયા. તેમના લગ્ન અને સંગીતની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. અનુષ્કા અને આદિત્યના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આલિયા ભટ્ટે પણ તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપી હતી અને ખૂબ જ મસ્તી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Showbiz India TV (@showbizindia)

બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ તેની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજન કપૂર અને આદિત્ય સીલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં આ અંદાજમાં પહોંચી હતી. ફિલ્મ અભિનેત્રીએ આ લગ્નમાં લહેંગામાં હોટ બ્લાઉઝ પહેરીને તમામ લાઈમલાઈટ ચોરી લીધી હતી. જો કે આ પછી અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by BABY THANOS (@lust.for.actress)

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને તેની મહાન ફેશન સેન્સ અને ખાસ ઈવેન્ટ્સ માટે પરંપરાગત ડ્રેસની પસંદગી માટે ઘણી વાર વખાણ કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં જ આલિયાના એક આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. આલિયાએ અનુષ્કા રંજન અને આદિત્ય સીલના સંગીત દરમિયાન ખૂબ જ સુંદર લહેંગા પહેર્યો હતો. આ લેહેંગાનો બ્લાઉઝ ખૂબ જ સ્ટાઇલિશ અને રિવિલિંગ છે. જેના કારણે ટ્રોલર્સ આલિયાને નિશાન બનાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ઘણા લોકોએ તેના પર ઉર્ફી જાવેદની નકલ કરવાનો આરોપ લગાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

આલિયા ભટ્ટે અનુષ્કા રંજન અને આદિત્ય સીલના સંગીતમાં લીંબુ પીળા રંગનો ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો હતો. જેમાં તે એટલી સુંદર અને હોટ લાગી રહી હતી કે આલિયા ઈવેન્ટમાં પ્રવેશતા જ તમામ કેમેરા તેની તરફ થઈ ગયા. તેણે આ લહેંગા સાથે ખૂબ જ અલગ સ્ટાઇલિશ અને ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યો હતો, જે બેકલે પણ હતો. તેણે આ આઉટફિટ સાથે મેકઅપ અને જ્વેલરી કેરી કરી હતી. આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manish Malhotra (@manishmalhotra05)

આલિયા ભટ્ટે બેકલે ચોલી પહેરી હતી અને આ દરમિયાન તે પોતાની ટોન કમર પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન આલિયા તેની બેલ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આલિયા ભટ્ટની આવી સ્ટાઇલ જોઇ લોકો ગુસ્સે થઈ રહ્યા છે. એકે કમેન્ટ કરી અને લખ્યું – તે સુંદર ઓછી અને અભદ્ર વધુ લાગે છે. બીજાએ લખ્યું – શું આલિયાએ ઊંધી ચોલી પહેરી હતી?તેવી જ રીતે અન્ય લોકોએ પણ અલગ અલગ કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

એકે લખ્યું- આ વર્ષનો ફેશન ડિઝાસ્ટર એવોર્ડ આલિયા ભટ્ટને જાય છે. એકે લખ્યું- આ ઉર્ફે જાવેદ જેવી દેખાઈ રહી છે. બીજાએ લખ્યું – ઉર્ફી જાવેદની નકલ કરી. આલિયા ભટ્ટની ફેશન સેન્સ પર એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે- આખરે આ કેવા પ્રકારની ફેશન છે? બીજાએ લખ્યું – ફેશન ડિઝાઇનર્સ પણ હવે તેમનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. એકે કોમેન્ટ કરી અને લખ્યું- આ આલિયાનું બ્લાઉઝ કેવી રીતે ટકેલું છે, હું આ જ વિચારી રહ્યો છું.

ત્યાં અન્ય એકે કહ્યું- આ આલિયાએ શું પહેર્યું છે, ફેશનના નામે કંઈ પણ. બીજાએ લખ્યું- આલિયા ભટ્ટે શું પહેર્યું છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા રંજનના સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટે પણ જોરદાર ડાન્સ કર્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આલિયાએ ફિલ્મ સાથિયાના ચહલકા છલકા રે ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. પરંતુ કેટલાક યુઝર્સને તેનો ડાન્સ પસંદ ન આવ્યો.

આલિયાના ડાન્સ વીડિયોને જોઈને એક યુઝરે લખ્યું, ‘આના કરતાં વધુ સારી છે, જે છોકરીઓ ઈંસ્ટા પર રીલ ડાન્સ કરે છે. એકે લખ્યું- આના કરતાં યૂટ્યૂબ પર સારું પર્ફોર્મન્સ જોવા મળે છે. એકને આલિયાનું મનપસંદ ગીત ન ગમ્યું અને લખ્યું કે- બીજુ કોઈ ગીત ન મળ્યુ..

 

View this post on Instagram

 

A post shared by bollywoodpoints (@bollywoodpoints)

આલિયા ભટ્ટના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સંજય લીલા બંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરમાં જોવા મળશે. આ સિવાય તે બ્રહ્માસ્ત્ર, જી લે ઝરા અને રોકી અને રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina