...
   

ચાહકોને રાસ ન આવ્યો મિસિસ કપૂર ઉર્ફે આલિયાનો કેઝ્યુઅલ લુક, બોલ્યા- મેડમ સિંદૂર તો…

મંગળસૂત્ર અને સિંદૂર વગર નજર આવ્યા બોલીવુડના નવા ભાભી, રણબીર કપૂરની પત્નીની લોકોએ લગાવી ક્લાસ

આલિયા ભટ્ટ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. લગ્ન બાદ ચાહકો અભિનેત્રીની એક એક ઝલક મેળવવા માટે બેતાવ થઇ રહ્યા છે. અભિનેત્રી પણ તેના લુકથી લોકોને ઇમ્પ્રેસ કરી રહી છે. પરણિત હોવા છત્તાં પણ આલિયા કોઇ કુંવારી યુવતિથી કમ નથી લાગી રહી. રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ આલિયા ભટ્ટ મિસિસ કપૂર બની ગઈ છે. આ કપલે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી, આલિયા ભટ્ટના ચાહકો અભિનેત્રીને નવી દુલ્હનના રૂપમાં જોવા માટે ઉત્સુક હતા.

પરંતુ લગ્ન બાદ આલિયા ભટ્ટ સતત પહેલાની જેમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. આલિયાની કેઝ્યુઅલ શૈલી તેના ચાહકોને પસંદ આવી નથી. આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.નેટીઝન્સ તેને સિંદૂર લગાવવાની સૂચના આપી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ તેને એમ કહીને ટ્રોલ કરી રહ્યા છે – મેડમ કેટરિના પાસેથી કંઈક શીખો, આટલું મોડર્ન હોવું યોગ્ય નથી. આલિયાએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર સાથે 14 એપ્રિલના રોજ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

લગ્ન બાદથી તે સતત ચર્ચામાં છે. તેણે લગ્ન બાદ વર્ક કમિટમેન્ટને લઇને હનીમૂન છોડી દીધું અને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ માટે દિલ્હી જવા રવાના થઈ. હવે આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે. તે મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી. આ તસવીરોમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે લોકોએ તેને ટ્રોલ પણ કરી છે. આલિયા ભટ્ટ મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળી હતી.

આલિયા ભટ્ટ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ પેપરાજીઓએ તસવીરો લેવાનું શરૂ કરી દીધું હતું. આલિયા ભટ્ટની તસવીરોમાં જોઈ શકાય છે કે તેણે ઓવરસાઇઝ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. આ સાથે જ તેણે ગોગલ્સ પહેર્યા છે અને હાથમાં બેગ કેરી કર્યુ છે. આલિયા ભટ્ટની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયા ભટ્ટની આ તસવીરો પર એક યુઝરે લખ્યું, ‘કોણ કહેશે કે તેણે હમણાં જ લગ્ન કર્યા છે.’

એક યુઝરે લખ્યું, ‘પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ.’ કેટલાક લોકોએ તેને સિંદૂર લગાવવાની અને મંગળસૂત્ર પહેરવાની સલાહ આપી. જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના શૂટિંગ માટે આ દિવસોમાં અવારનવાર ટ્રાવેલ કરી રહ્યા છે. જેના કારણે આ સ્ટાર્સ અવારનવાર એરપોર્ટ પર સ્પોટ થતા રહે છે. પરંતુ આ વખતે આલિયાનો અવતાર ખૂબ જ જોરદાર જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયાએ ફ્રેન્ચ લક્ઝરી ફેશન હાઉસ બાલેન્સિયાગાનો સિલ્ક શર્ટ પહેર્યો હતો. આ સ્ક્રિબલ્ડ ફ્લુઇડ શર્ટની કિંમત લગભગ $1070 છે, જે ભારતીય ચલણમાં લગભગ રૂ. 82,000 જેટલી છે. આલિયા ભટ્ટ આ શર્ટને ડેનિમ બ્લેક શોર્ટ્સ સાથે મેચ કર્યો હતો. આ ઉપરાંત તેણે ફૂટવેરમાં આરામદાયક સ્લાઇડ્સ પસંદ કરી.

Shah Jina