આલિયા ભટ્ટના આ લુકે મચાવી ધૂમ, યલો વન શોલ્ડર ડ્રેસમાં રણબીર કપૂર સાથે ડિનર ડેટ પર નીકળી અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ RRRના પ્રમોશન માટે કપિલ શર્માના શો “ધ કપિલ શર્મા”માં પહોંચી હતી. આ દરમિયાન તેમની સાથે ફિલ્મના બંને સ્ટાર જુનિયર એનટીઆર અને રામચરણ તેજા પણ હાજર હતા. આલિયાએ અહીં તેના બંને કોસ્ટાર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. પીળા કલરના શોર્ટ ડ્રેસમાં આલિયા સુંદર લાગી રહી હતી. જો કે આ ડ્રેસના કારણે તે ટ્રોલના નિશાના પર પણ આવી હતી.આલિયાનો આ અદભૂત લુક સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સામે આવ્યો હતો.

જોકે આલિયાની હીલ્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. તેની હિલ્સની સ્ટાઇલે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ વીડિયો પર યુઝર્સ આલિયાને ટ્રોલ કરવા લાગ્યા. એકે લખ્યું, ‘એવું લાગે છે કે પોલીથીન તેની હીલમાં ફસાઈ ગઇ છે,’.તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટને રણવીર સિંહની 83 ના પ્રીમિયર પર પણ ટ્રોલ કરવામાં આવી હતી. આ પ્રસંગે આલિયા ભટ્ટ બ્લેક કલરના શિમરી શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે લોકોએ ઘણી મજાક ઉડાવી હતી.

જો કે, આ ડ્રેસ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. પણ ટ્રોલર્સને કોણ રોકી શકે? કેટલાક યુઝર્સ આલિયાની આ સ્ટાઈલને સમજી શક્યા નહીં અને વીડિયોના કોમેન્ટ બોક્સમાં તેના વિશે વિચિત્ર વાતો કરવા લાગ્યા. અહીં એકે લખ્યું છે કે, ‘તમે આ કાળી ચાદર કેમ ઓઢી લીધી છે’ બીજાએ લખ્યું, ‘આલિયાની ફેશન સેન્સ તેના જનરલ નોલેજ જેવી થઈ ગઈ છે.’ સાથે જ કેટલાક લોકો તેના વખાણ પણ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે આલિયા તેની ફિલ્મ RRRને લઈને ઘણી જ ઉત્સાહિત છે. બાહુબલી ફેમ રાજામૌલીની આ ફિલ્મની દર્શકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ ઘણીવાર સાથે જોવા મળે છે. વેકેશનથી લઈને ફેમિલી ડિનર અને સાથે પાર્ટી કરવા સુધી, રણબીર અને આલિયા હંમેશા સાથે જોવા મળે છે. હાલમાં આ કપલ અભિનેત્રીની બહેન શાહીન ભટ્ટ સાથે ડિનર પર જોવા મળ્યા હતા. આ દરમિયાન રણબીર અને આલિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર આલિયા માટે ભીડમાં પ્રોટેક્ટિવ દેખાઈ રહ્યો છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલમાંનુ એક છે. આલિયા અને રણબીર કપલ હોવા ઉપરાંત સારા મિત્રો પણ છે. જ્યાં આલિયા રણબીરની દરેક ખુશીનું ખાસ ધ્યાન રાખે છે. સાથે જ રણબીર પણ આલિયાને પોતાની ખુશીમાં સામેલ કરવાનું ભૂલતો નથી. આ જ કારણ છે કે, બંને ઘણીવાર એકબીજાના ઘરે પાર્ટી કે સેલિબ્રેશન કરતી વખતે સાથે જોવા મળે છે. હાલમાં આલિયા અને રણબીર આલિયાની બહેન શાહીન ભટ્ટ સાથે મુંબઈના જુહુમાં એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. બંને ત્યાં તેમના નજીકના મિત્રો સાથે જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતાની સાથે જ ઘણી ભીડ ઉમટી પડી હતી.

એક વીડિયોમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને શાહીન ભટ્ટ પોતપોતાની કારમાં જતા જોવા મળ્યા હતા. આલિયાએ શાહીનનો હાથ પકડ્યો અને પહેલા તેને તેની કાર સુધી છોડી દીધી. તે પછી, જ્યારે તે તેની કારમાં પરત ફરી રહી હતી, ત્યારે રણબીર તેની પાસે ગયો અને તેની લેડીલવને ભીડથી પ્રોટેક્ટ કરી કારમાં લઈ ગયો. આલિયાએ આ ડિનર ડેટ માટે યલો વન-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને વાળને પોનીટેલમાં બાંધ્યા હતા.

તેણે તેના લુકને કંપલીટ કરવા માટે બ્લેક એન્ડ વ્હાઇટ પર્સ પણ લીધુુ હતુ. રણબીરના આઉટફિટની વાત કરીએ તો, તેણે મેચિંગ જેકેટ અને બ્લુ જીન્સ સાથે બ્લેક ટી-શર્ટ પહેરી હતી. આ સાથે જ આલિયાની બહેન શાહીન ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. ત્રણેય તેમના મિત્રો અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન અને મેઘના ગોયલ સહિત અન્ય લોકો સાથે બહાર આવ્યા હતા. શાહીન ભટ્ટ, મેઘના ગોયલ અને આકાંક્ષા રંજને તેમના ઈન્સ્ટા હેન્ડલ પર ડિનર નાઈટના કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

થોડા સમય પહેલા જ આલિયા અને રણબીર દિલ્હીમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટરના લોન્ચિંગ વખતે સાથે જોવા મળ્યા હતા. ઈવેન્ટ દરમિયાન જ્યારે આલિયા સ્ટેજ પર આવી ત્યારે રણબીર પીછેહઠ કરી ગયો હતો. ત્યારે આલિયાએ પૂછ્યું હતું કે, પાછળ કેમ જઈ રહ્યા છો. આના પર રણબીરે જવાબ આપ્યો, “તમે એટલા હોટ લાગો છો કે કુછ હોતા હૈ મેરે કો યાર.” આ પછી આલિયા બ્લશ કરવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર અને આલિયા પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આલિયા અને રણબીર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ત્યાં તેમના ચાહકો પણ આ સ્ટાર કપલને સાથે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina