રણબીરની બાહોમાં આલિયા ભટ્ટ…નીતૂ કપૂરની વહુએ શેર કરી મહેંદીની ખૂબસુરત તસવીરો, સેરેમનીમાં આ રીતે હાજર રહ્યા ઋષિ કપૂર

બોલિવુડના ફેમસ ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્ન કરી લીધા છે. ત્યારે લગ્ન બાદ તેમની ઘણી તસવીરો હવે ધીમે ધીમે સામે આવી રહી છે. લગ્ન બાદ એક પછી એક તમામ તસવીરો શેર કરવામાં આવી રહી છે. ચાહકો લાંબા સમયથી આ કપલના પ્રી-વેડિંગ અને વેડિંગ ફોટોઝ જોવા માટે ઉત્સુક હતા. આલિયા ભટ્ટે હાલમાં જ લગ્નના દિવસની તસવીરો શેર કરી હતી, ત્યારે હવે તેણે લગ્ન પહેલાની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કપલ ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આમાંથી એક ફોટો એવો છે જે તમને ભાવુક પણ કરી દેશે. મહેંદીના આ અદ્ભુત ફોટાઓમાં એક તસવીરમાં રણબીર કપૂર તેના પિતા ઋષિ કપૂરનો ફોટો હાથમાં પકડેલો જોવા મળે છે.

ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે અને તે ઋષિ કપૂરના યંગ ડેઝનો છે. રણબીર પિતાની તસવીર હાથમાં પકડીને લોકોને બતાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રણબીર પણ ઘણો ભાવુક દેખાઈ રહ્યો છે. તેના ચહેરા પરના હાવભાવ પરથી લાગે છે કે તે તેના પિતાને ખૂબ મિસ કરી રહ્યો છે. 14 એપ્રિલ 2022ના રોજ, આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં બંને એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. હવે અભિનેત્રીએ તેની મહેંદી સેરેમનીની તસવીરો શેર કરી છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બાંદ્રા સ્થિત ‘વાસ્તુ’ ઘરમાં સાદગીથી લગ્ન કર્યા હતા. ઘરે લગ્ન કરવા પાછળનું કારણ જણાવતાં આલિયાએ કહ્યું હતું કે, “આજે, અમારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘરે… અમારી મનપસંદ જગ્યા – બાલ્કનીમાં જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા હતા – અમે લગ્ન કર્યાં. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી… પ્રેમ, હાસ્ય, હૂંફાળું મૌન, મૂવીની રાતો, મૂર્ખ ઝઘડા, વાઇન અને ચાઇનીઝ ફૂડનો આનંદ, બધા પ્રેમ માટે આભાર અને અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન પ્રકાશ.

તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી દીધી છે. પ્રેમ, રણબીર અને આલિયા.” આલિયા અને રણબીર તેમની મહેંદી સેરેમનીના આઉટફિટમાં ઘણા સુંદર લાગી રહ્યા હતા. બંનેએ ગુલાબી રંગના આઉટફિટ કેરી કર્યા. જે તસવીરો સામે આવી છે તેમાંની કેટલીક તસવીરમાં રણબીર અને આલિયા પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જ્યારે અન્ય એક તસવીરમાં રણબીર તેના પિતા ઋષિ સાથે જોવા મળે છે. આલિયાએ તેના લગ્ન સહિત મહેંદી સેરેમનીનો લૂક સિમ્પલ રાખ્યો હતો, મહેંદી લુક માટે તેણે મિનિમલ મેકઅપ, જ્વેલરી અને સિમ્પલ ડ્રેસ પણ પસંદ કર્યો હતો.

આલિયા ભટ્ટે મહેંદી ફંક્શન માટે સુંદર ગુલાબી સિલ્કનો લહેંગો પહેર્યો હતો. લહેંગા પર મલ્ટી કલર પ્રિન્ટ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આલિયાએ લેહેંગા સાથે સ્લીવલેસ ડીપ બેક નેકલાઇન ચોલી પહેરી હતી. આલિયાનો દુપટ્ટા વિનાનો આ લહેંગો ઉનાળાની લગ્નની સીઝન માટે શ્રેષ્ઠ છે. રણબીર કપૂરે મહેંદી સેરેમનીમાં પ્રખ્યાત ફેશન ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલો પિંક કુર્તા પાયજામા પહેર્યો હતો. આલિયાની જેમ રણબીરે પણ પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો અને તે પરફેક્ટ સમર ગ્રુમ જેવો દેખાતો હતો. ઉનાળાના લગ્નને ધ્યાનમાં રાખીને આલિયા ભટ્ટે મિનિમલ મેકઅપ કર્યો હતો.

આલિયાએ ન તો હેવી આઇ મેકઅપનો ઉપયોગ કર્યો છે કે ન તો તેણે વધુ પડતા બ્લશ ઓન અને હાઇલાઇટરનો ઉપયોગ કર્યો છે. હવે હથેળીથી કોણી સુધી હાથમાં મહેંદી લગાવવાનો ટ્રેન્ડ પણ ખતમ થઈ ગયો છે. આલિયા ભટ્ટની વેડિંગ મહેંદી તેનું નવીનતમ ઉદાહરણ છે. આલિયાએ તેની હથેળીમાં મહેંદીની ડિઝાઇન મૂકાવી હતી. આ સાથે તેણે પગમાં મહેંદી પણ લગાવી ન હતી.

રણબીર કપૂરે તેની હથેળીમાં આલિયાનું નામ લખાવ્યુ હતુ. રણબીરની મહેંદીમાં નીતુ કપૂર ડાન્સિંગ મૂડમાં જોવા મળી રહી છે. આલિયા રણબીરને કેટલો પ્રેમ કરે છે, તે તેની દરેક તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. મહેંદી ફંક્શનમાં તેમના પ્રેમની પૂર્ણાહુતિ જોઈને આલિયા ભાવુક જોવા મળી હતી.

Shah Jina