મનોરંજન

ઋષિ કપૂરના નિધન ઉપર આલિયા ભટ્ટે શેર કરી ભાવુક પોસ્ટ, કહ્યું “તમને એક પિતાના રૂપમાં…”

બે દિવસમાં બોલીવુડના બે દિગ્ગજ અભિનેતાઓના નિધનથી સમગ્ર બૉલીવુડ સહીત આખા દેશમાં દુઃખની લાગણી ફરીવળી હતી. ઇરફાન ખાણું અચાનક નિધન થયું ને ત્યારબાદ ઋષિ કપૂર પણ બીજા દિવસે દુનિયાને હંમેશને માટે છોડીને ચાલ્યા ગયા. ઋષિ કપૂરની અંતિમ વિધિ ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવી જ્યાં તેમના પરિવાર સહીત બોલીવુડના બીજા પણ ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા.

Image Source

ઋષિ કપૂરની અંતિમ વિધિ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ખુબ જ ભાવુક જોવા મળી હતી, સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ વાયરલ થઇ હતી, હવે આલિયા ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ઋષિ કપુરમાં માટે એક ભાવુક પોસ્ટ મુકવામાં આવી છે.

Image Source

પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર આલિયાએ પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે: “હું શું કહી શકું આ સુંદર વ્યક્તિ વિષે, જે મારા જીવનમાં આટલો બધો પ્રેમ અને સારાપણું લઈને આવ્યા, આજે દરેક વ્યક્તિ ઋષિ કપૂરના લીજેન્ડ હોવાની વાતો કરે છે અને મેં પાછલા બે વર્ષમાં એક મિત્ર, ચાઈનીઝ ફૂડ લવર, સિનેમા લવર, એક ફાઈટર, એક લીડર, એક સુંદર સ્ટોરીટેલર, એક ખુબ જ ઉત્સાહી ટ્વીટર યુઝર અને એક પિતાના રૂપમાં ઓળખ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયાએ પોસ્ટમાં આગળ લખ્યું કે “આ પાછળના બે વર્ષોમાં મને જે પ્રેમ મળ્યો છે તેને હું હંમેશા સાચવીને રાખીશ, હું બ્રમ્હાન્ડનો આભાર વ્યક્ત કરું છું કે મને તેમને ઓળખવાનો અવસર મળ્યો, આજે આપણામાંથી જ વધારે પડતા લોકો કહી શકશે કે તે પરિવારની જમ છે કારણ કે એમને એવો જ અનુભવ કરાવ્યો છે. આવ લ્યુ ઋષિ અંકલ, અમે તમને હંમેશા યાદ રાખીશું.”

Author: GujjuRocks Team