ખબર મનોરંજન

“આરામદાયક કપડાં પહેરું તો હું મહિલા નથી, ડ્રેસ પહેરું તો…” આલિયા ભટ્ટે કહી એવી વાત કે ફેન્સ ચોંક્યા

ફેશનમાં ટોપ પર આવતી આલિયા ભટ્ટે કપડાંને લઈને કહી ખાસ વાત

બૉલીવુડ એક્ટ્રેસ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. એક્ટ્રેસ કયારેક તેની ફિલ્મને કારણે તો ક્યારેક તેની ફેશન સ્ટાઇલને કારણે તો ક્યારેક તેના અફેરને કારણે ચર્ચામાં રહેતી હોય છે. બૉલીવુડ એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહી છે. આ વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેના પ્રેરણાદાયક સંદેશ શેર કરીને ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટની પરફોર્મન્સ અથવા તો સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સને પ્રભાવિત કરતી રહે છે. છેલ્લા ઘણા મહિનાથી આલિયાની સોશિયલ મીડિયામાં ઘણી પ્રેરક પોસ્ટ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ટરનૅશનલ પૉપ સિંગર બીલી ઇલિશનો એક કોટ શેર કર્યો હતો. જેને હાલમાં જ બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2020ને મોટી જીત સાથે સરખાવ્યું છે. ટેન્ક ટોપ પહેર્યા બાદ હાલમાં જ બીલીને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જવાબ આપ્યો હતો.

Image source

મહિલાઓએ તેના કપડા પર આત્મવિશ્વાસ મહેસુસ કરવાને લઈને કોટમાં લખ્યું હતું કે, જો આરામદાયક કપડાં પહેરું તો હું મહિલા નથી, જો કપડામાંથી શરીર દેખાઈ તો અસ્તવ્યસ્ત.” હાલ તો તમે કયારે પણ મારા શરીરને નથી જોયું છતાં પણ તમે જોઈ શકો છો. અને મને જજ કરો છો કેમ ? શું મારું મૂલ્ય ફક્ત તમારી ધારણા પર જ આધારિત છે ? આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2020માં રિલીઝ થશે. આ સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠીયાવાડીમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on