ખબર મનોરંજન

ખુશખબરી: રણબીર સાથેના લગ્નની ખબરો પર આલિયા ભટ્ટે તોડી ચુપ્પી, ખુલાસો જાણીને ખુશી થશે

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મો, ક્યુટનેસ અને રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. રણબીર-આલિયાન જોડીને દર્શકો ખુબ પસંદ કરે છે. આ ક્યૂટ કપલની લગ્નની વાતો પણ આગળના ઘણા સમયથી ચાલી રહી છે.

Image Source

લગ્નની અફવાઓ એવી સામે આવી હતી કે તેઓ વર્ષ 2020 ના શરૂઆતમાં લગ્ન કરવાના હતા પણ કૉરોના મહામારીને લીધે લગ્ન સ્થગિત કરવામાં આવ્યા હતા અને હવે તેઓ વર્ષ 2021 માં લગ્ન કરશે. એવામાં હવે આલિયા ભટ્ટનું આ બાબતે મંતવ્ય સામે આવ્યું છે અને લગ્નની અટકળો પર વિરામ લગાવી દીધો છે.

Image Source

ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલ કે આખરે આલિયા લગ્ન ક્યારે કરશે તેના જવાબમાં આલિયાએ કહ્યું કે,”હું  લગ્નની પ્લાનિંગ ચોક્કસ કરી રહું છું પણ આટલી જલ્દી લગ્ન નહીં કરું.દરેક કોઈ મને પૂછી રહ્યા છે કે હું લગ્ન ક્યારે કરીશ?હજુ તો હું ખુબ નાની છું અને મારી ઉંમર માત્ર 25 વર્ષની જ છે. માટે હું આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકું! જો કોઈને મને સવાલ કરવો જ છે તો મારા કામ વિશે કરો, લગ્ન જ્યારે પણ થશે ત્યારે કહી દેવામાં આવશે”.આલિયાએ એવું પણ કહ્યું હતું કે વારંવાર લગ્નના સવાલોથી ખુબ પરેશાન થઇ ગઈ છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા છેલ્લી વાર ફિલ્મ સડક-2માં જોવા મળી હતી. હાલ તે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. કરન જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ આલિયા ખાસ કિરદારમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ આલિયા અને રણબીર કપૂરની જોડી પહેલી વાર સાથે જોવા મળશે. જો કે આ વાતથી આલિયા ભટ્ટના ચાહકો જરૂર ખુશ થશે કે હાલમાં તેના લગ્ન થવાના નથી…