શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતા રણબીર કપૂરને જોઈને પત્ની આલિયા ભટ્ટનું સામે આવ્યું રિએક્શન… જુઓ શું કહ્યું

એક બાળકનો બાપ થઇ ગયો રણબીર….સીધી સંસ્કારી શ્રદ્ધા કપૂરે પહેરી બિકીની, રણબીરને રોમાન્સ કરતા જોઈને આવી હતી આલિયાની હાલત, અભિનેત્રીએ આપ્યું રિએક્શન

આપણા દેશમાં ફિલ્મોના લોકો દીવાના છે અને નવી ફિલ્મ પડદા પર આવતા જ દર્શકો જોવા માટે પણ દોડતા હોય છે. ત્યારે ફિલ્મની અંદર રોમાન્સનો તડકો ના હોય તો ફિલ્મ  જોવાની ખાસ મજા નથી આવતી, એવી જ એક રોમાન્ટિક ફિલ્મ હાલ આવી રહી છે, “તું જૂઠી મેં મક્કાર” જેમાં રણબીર અને શ્રદ્ધા કપૂર રોમાન્સ કરતા નજર આવશે.

રણબીર કપૂર ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” બાદ હવે તેની આગામી ફિલ્મ “તુ જૂઠી મેં મક્કાર”માં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયા પર દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

ફિલ્મમાં રણબીર સાથે શ્રદ્ધા કપૂર ફીમેલ લીડમાં છે અને બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. હવે અભિનેતાની પત્ની આલિયા ભટ્ટે “તુ જૂઠી મેં મક્કાર” પર પ્રતિક્રિયા આપી છે. “તુ જૂઠી મેં મક્કાર”માં શ્રદ્ધા કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. જ્યારે, રણબીર સિક્સ પેક એબ્સ સાથે ડેશિંગ દેખાઈ રહ્યો છે. ફિલ્મમાં બંનેના ઘણા ઈન્ટિમેટ સીન્સ છે.

આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાના પ્રેમ અને ઝઘડા બંનેને દર્શાવવામાં આવ્યા છે, પરંતુ આધુનિક ટચ સાથે.આલિયા “તુ જૂઠી મેં મક્કાર”ના ટ્રેલર પર ખુશી વ્યક્ત કરી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી. અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. આ પોસ્ટની સાથે, અભિનેત્રીએ રણબીરને 100 ટકા સમર્થન આપ્યું અને કેપ્શનમાં લખ્યું, “મારા તમામ સમયના પ્રિય ટ્રેલર્સમાંથી એક.”

 

View this post on Instagram

 

A post shared by ✨ (@shraddha.matters)

“તુ જૂઠી મેં મક્કાર”ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો રણબીર અને શ્રદ્ધા સિવાય ડિમ્પલ કાપડિયા, બોની કપૂર અને આયેશા રઝા મિશ્રા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય સ્ટેન્ડ અપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સી પણ ફિલ્મનો એક ભાગ છે. “તુ જૂઠી મેં મક્કાર”માં રણબીર કપૂરની છેલ્લી રોમકોમ (રોમેન્ટિક) ફિલ્મ છે.

અભિનેતા હંમેશા તેના ચોકલેટી હીરો વ્યક્તિત્વ માટે જાણીતો છે, પરંતુ તાજેતરમાં રણબીરે જાહેરાત કરી હતી કે લવ રંજનની ફિલ્મ તેની છેલ્લી રોમકોમ હશે.”તુ જૂઠી મેં મક્કાર” સિવાય રણબીર હાલમાં સંદીપ રેડ્ડી વાંગાની “એનિમલ” માટે શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt (@aliaabhatt)

Niraj Patel