મનોરંજન

ખુલ્લેઆમ આલિયાને કિસ કરતા જોવા મળ્યો રણબીર કપૂર, સાથે દેખાયા મલાઈકા-અર્જુન

અભિનેત્રી આલિયા ભટ્ટએ ગઈ કાલે એટલે કે 15 માર્ચના રોજ પોતાના 27 માં જન્મદિવસની ઉજવણી કરી છે. આ ખાસ મૌકા પર બોલીવુડના ઘણા દિગ્ગજ કલાકારો અને તેના ચાહકોએ પણ જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. મોડી રાત્રે જન્મદિસવ ઉજવી રહેલી આલિયાનો વિડીયો અને અમુક તસવીરો પણ સામે આવી હતી.

Image Source

જેમાં તે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે દેખાઈ રહી હતી. તેના સિવાય અન્ય એક તસ્વીરમાં રણબીર કપૂર પણ આલિયા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો.

Image Source

આલિયા અને રણબીર આગળના ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનમાં છે. બંન્નેની આ તસ્વીર જૂની છે જેમાં રણબીર આલિયાને કિસ કરતા દેખાઈ રહ્યા છે. આલિયા-રણબીર સાથે રોમેન્ટિક કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ દેખાઈ રહ્યા છે.

Image Source

અર્જુને મલાઈકાને ગળે લગાડેલી છે અને દરેક કોઈ કેમરાની સામે પોઝ આપી રહ્યા છે. આ તસ્વીરને મલાઈકા અને આલિયાની ખાસ મિત્ર નતાશા પુનાવાલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. નતાશા આ તસ્વીરમાં બંન્ને કપલની વચ્ચે દેખાઈ રહી છે.

Image Source

આ તસ્વીરનાં વાયરલ થયા પછી ચાહકો પણ બંન્નેની જોડીને ખુબ પસંદ કરી રહ્યા છે. આ બંન્ને ક્યૂટ જોડી પોતાના પ્રેમ-જીવનને છુપાવીને રાખે છે. એવામાં આવી તસ્વીર સામે આવ્યા પછી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગળના ઘણા સમયથી આ બંન્ને જોડીના લગ્નની ચર્ચાઓ પણ થઇ રહી છે.

Image Source

વર્કફ્રન્ટ ની વાત કરીયે તો મલાઈકા અરોરા હાલના દિવસોમાં ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શો જજ કરી રહી છે. જયારે અર્જુન કપૂર આવનારી ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ માં પરિનીતિ ચોપરા સાથે જોવા મળશે.

Image Source

જ્યારે આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે જેમાં રણબીર કપૂર પણ હશે. આ સિવાય તે કરન જોહરની ફિલ્મ તખ્ત અને સંજય લીલા ભંસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં ખાસ કિરદારમાં જોવા મળશે.