રણબીર કપૂર-આલિયા ભટ્ટે આફ્રિકન સફારીમાં સિંહો વચ્ચે વીતાવી રાત, જુઓ વેકેશનની મજા માણતી તસવીરો

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સેલેબ્સે તેમના પાર્ટનર્સ સાથે નવું વર્ષ 2022 સેલિબ્રેટ કર્યું હતું. લવબર્ડ્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ તેમનું નવું વર્ષ કેન્યામાં વન્યજીવન વચ્ચે પ્રકૃતિની નજીક વિતાવ્યું. તે નવા વર્ષ પર કેન્યાના મસાઈ મારામાં હતા જ્યાંથી તેમની તસવીરો સામે આવી છે. આ ફોટો લક્ઝરી સફારી ક્યુરેટર લિસા ક્રિસ્ટોફરસેને શેર કર્યો હતો. તેણે એક ફોટો શેર કરીને આલિયા અને રણબીર સાથે વિતાવેલી પળનો અનુભવ શેર કર્યો.

લિસા લખે છે- ‘સફારી દરમિયાન તેમને મળવાની તક. ભારતના આ બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે વાત કરવી અદ્ભુત હતી. કેન્યાના વાઈલ્ડલાઈફ સફારી ટાઈમમાંથી આલિયા અને રણબીરની આ પહેલી તસવીર છે જેમાં બંને સાથે જોવા મળે છે. આ પહેલા, આલિયાએ નવા વર્ષની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે તેની અને રણબીરની સોલો રેન્ડમ ક્લિક્સ અને જંગલના સુંદર પ્રાણીઓની તસવીરો શેર કરી હતી. રણબીર અને આલિયાએ ગયા વર્ષે પણ પ્રકૃતિની નજીક રહીને વર્ષ 2021નું સ્વાગત કર્યું હતું.

તેઓ રણથંભોર સફારી ગયા હતા. આ પ્રવાસમાં પરિવાર પણ તેની સાથે હતો. બોલિવૂડનું ફેમસ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ન્યૂ યર સેલિબ્રેટ કરવા આફ્રિકા ગયા હતા, જ્યાં તેમણે વાઈલ્ડ લાઈફ સફારીની મજા માણી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની કેન્યાની એડવેન્ચર ટ્રિપની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જો તમે જંગલ સફારીના શોખીન છો, તો તમને આ તસવીરો ગમશે. આલિયાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘2022ને થોડી ‘હકુના મતતા’ એનર્જી આપી રહી છે.

તમને જણાવી દઈએ કે આલિયાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ખાસ ભૂમિકા ભજવી છે. આલિયા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂરની સાથે જોવા મળશે.આલિયા ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ અને ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં રણવીર સિંહની સાથે જોવા મળશે. આ સિવાય તે ‘RRR’, ‘જી લે જરા’માં જોવા મળશે.

Shah Jina