BREAKING : શું પ્રેગ્નેટ છે આલિયા ભટ્ટ ? હોસ્પિટલથી સામે આવી તસવીર, નણંદ રિદ્ધિમા કપૂરે લૂંટાવ્યો પ્રેમ, બધા આપી રહ્યા છે શુભકામનાઓ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવુડના ફેમસ કપલમાંના એક છે. આ કપલે હજી તો થોડા મહિના પહેલા જ એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા છે. ત્યારે રણબીર અને આલિયાએ 4-5 વર્ષના ડેટિંગ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ હવે એવી ખબર આવી રહી છે આલિયા ભટ્ટ પ્રેગ્નેટ છે અને તે જલ્દી જ રણબીરના છોકરાની માતા બનવાની છે. આ વાત અમે કોઇ સૂત્ર કે કોઇ મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે નથી કહી રહ્યા પરંતુ આલિયાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબરી આપી છે.

આલિયાએ જે તસવીર શેર કરી છે, તેમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે, જ્યારે રણબીરની બેકસાઇડ તસવીરમાં જોઇ શકાય છે. આલિયાએ અલ્ટ્રાસાઉન્ડની તસવીર શેર કરી લખ્યુ, અમારુ બાળક…જલ્દી જ આવી રહ્યુ છે. આલિયા અને રણબીર બંને આ તસવીરમાં અલ્ટ્રાસાઉન્ડ મશીનના મોનિટર તરફ જોઇ રહ્યા છે. તસવીરમાં આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. જો કે, મોનિટરના ડિસ્પ્લેને મોટા હાર્ટ ઇમોજી સાથે કવર અપ કરવામાં આવ્યું છે.

આ સાથે તેણે એક બીજી તસવીર પણ શેર કરી છે, જેમાં સિંહનો પરિવાર જોવા મળી રહ્યો છે. લગ્નના બે મહિના બાદ જ આલિયાની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા છે. ત્યા હવે આલિયાએ તેની પ્રેગ્નેંસીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. આલિયાએ તસવીર શેર કરતાની સાથે જ બધા તેને અભિનંદન આપવા લાગ્યા. નણંદ રિદ્ધિમા કપૂરે રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું. તો રાશિ ખન્નાએ અભિનંદન પાઠવ્યા.

પરંતુ કેટલાકે લખ્યું કે આ ‘બ્રહ્માસ્ત્ર’નો પ્રમોશનલ સ્ટંટ છે. જો કે, એકે એમ પણ લખ્યું હતું કે બંને ચાર વર્ષથી રિલેશનશિપમાં હતા. તેથી જો તમે બાળક કરતા હોવ તો પણ વહેલું નથી. એકે લખ્યું, ‘હું બેબી ભટ્ટને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’ એકે લખ્યું, ‘વાહ નાની આલિયા આવી રહી છે. અભિનંદન.’

Shah Jina