જીવનશૈલી મનોરંજન

આલિયા ભટ્ટના નવા ઘરની અંદરની તસ્વીરો થઇ વાઇરલ, આલીશાન ફ્લેટની કિંમત કરોડોમાં

આપણે તો ફક્ત સપના જોઈ શકીએ, અસલી જિંદગી તો આ લોકો જીવે છે- ચાલો આલિયા ભટ્ટના કરોડોના ઘરમાં એક લટાર મારીએ…

બોલીવુડમાં પોતાની અલગ જ ઓળખ મેળવનારી અભિનેત્રી આલિયા ભટ્ટ, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.

આલિયા ભટ્ટએ હાલમાં જ યુ-ટ્યૂબની દુનિયામાં એન્ટ્રી લીધી છે અને પોતાની લોગિંગ ચેનલ ‘આલીયાબી’ લોન્ચ કરી છે, જેમાં આલિયાએ એક વિડીયો શેર કરીને મુંબઈમાં જુહુ સ્થિત પૉશ વિસ્તારમાંના પોતાના નવા ફ્લેટની જાણકારી આપી છે.

ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ રહેનારી આલિયા ભટ્ટ હવે યુ-ટ્યૂબની દુનિયામાં પણ આવી ગઈ છે.જેમાં આલિયાએ કહ્યું કે,

”તો હું મારી યુ-ટ્યુબ ચેનલ લોન્ચ કરી રહી છું.હું ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરની દુનિયાથી અલગ, હવે યુ-ટ્યૂબની દુનિયામાં આવી રહી છું”.

જણાવી દઈએ કે આલિયાએ પોતાનું આ નવું ઘર વર્ષ 2017 માં ખરીદ્યુ હતું અને હવે તે અહીં પોતાની બહેન શાહીન સાથે રહેવા માટે આવી ગઈ છે. જણાવી દઈએ કે આલીયાના આ આલીશાન ફ્લેટની કિંમત 13 કરોડ રૂપિયા છે.આલિયાએ પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરવાની સાથે સાથે પોતાના આ નવા ઘરની જાણકારી આપી છે.

આવો તો તમને જણાવીએ કે આલિયાનું આ આલીશાન ઘર કેવુંક દેખાય છે. ઘરના વીડિયોને આલીયાએ યુટ્યુબ પર પોતાની ચેનલ પર શેર કર્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ પોતાના ફેન્સને પોતાનું આલીશાન ઘર દેખાડી રહી છે.સાથે જ કહી રહી છે કે ઘરમાં શિફ્ટ કરવું કેટલું મુશ્કિલ હોય છે,

વીડિયોમાં આલિયાની બહેન શાહીન અને માં સોની રાજદાન પણ દેખાઈ રહ્યા છે. આલિયાએ શુક્રવારના રોજ પોતાનો ‘મુવિંગ ડે’ બ્લોગ અપલોડ કર્યો અને તેના કૈપ્શનમાં માં લખ્યું કે.”અને મિત્રો,આ વીડિયોમાં મને મારા ઘરમાં જુઓ!

અહીં શિફ્ટ થવાની પુરી પ્રક્રિયા શાનદાર અનુભવ રહી”.આલિયાએ આગળ કહ્યું કે,”પોતાના માં-પિતાના ઘરથી બહાર જાવું મારા માટે ખુબ જ વિશેષ અનુભવ રહ્યો, કેમ કે આ પહેલી વાર હતું જયારે હું આ ઘરથી દૂર,મારા પોતાના ઘરમાં રહેવા માટે જઈ રહી હતી.

પહેલા તો હું એકલી જ ત્યાં રહેવા માટે જઈ રહી હતી,પછી મેં મારી બહેનને પણ સાથે લઇ જાવાનો નિણર્ય લીધો.તેણે અમુક સમય મારી સાથે અને અમુક સમય માં-પિતાના ઘરે રહેવાનો નિર્ણય લીધો”.

વીડિયોમાં આલિયા પોતાના ઘરને સજાવતી દેખાઈ રહી છે. વીડિયોમાં આલિયાના ઘરના કિચનથી લઈને બેડરૂમ અને લિવિંગ રૂમ પણ દેખાઈ રહ્યો છે, આલિયા પોતાના ઘરને લઈને ખુબ જ ખુશ દેખાઈ રહી છે.વીડિયોને જોઈને લાગી રહ્યું છે આ ઘરની નાનામે નાની વસ્તુ પર પણ આલિયાએ બારીકીથી ધ્યાન આપ્યું છે.

ખાસ વાત એ છે કે આ ઘરને ખરીદ્યા પછી આલિયાએ વૈનિટી વાન પણ ખરીદી હતી જેની તસ્વીરો આલિયાએ પોતાના એકાઉન્ટ પર શેર પણ કરી હતી. આ સિવાય સૌથી ખાસ વાત એ છે કે આલિયાના વૈનિટી વાનને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યુ હતી.

વૈનિટી વાનની તસ્વીરોને શેર કરતા આલિયા ભટ્ટે કૈપ્શનમા લખ્યું હતું કે,”મારા નવા ચાલતા-ફરતા ઘરની તસ્વીર..ગૌરી ખાન”.જો કે તેની પહેલા પણ ગૌરી ખાન કરન જોહરના ટેરીસ અને રણબીર કપૂરના નવા ઘરનું ઇન્ટિરિયર પણ ડિઝાઇન કરી ચુકી છે.

હાલના સમયે આલિયા ભટ્ટ અભિનેતા રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં પહેલી વાર આલિયા પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે નજરમાં આવશે, ફિલ્મમાં તેના સિવાય સદીના મહાનાયક અમિતાભ બચ્ચન,મૌની રૉય અને નાગાર્જુન પણ ખાસ કિરદારામાં જોવા મળશે.આ ફિલ્મમાં મૌની રોય નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મ આગળના વર્ષે રિલીઝ થઇ શકે તેમ છે.

આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી.  મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે.

આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી.

જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે.

તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે.ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે.આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે.

આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે.આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા સડક-2, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને RRR ફિલ્મમાં દમદાર અભિનય કરતી જોવા મળશે. ફિલ્મોના સિવાય આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.