મનોરંજન

જાણો શા માટે આલિયા ભટ્ટને એક ચાહકે પૂછ્યું – રણબીર સાહેબ આજે વાળંદ બન્યા છે? જુઓ તસ્વીરો

લોકડાઉનને કારણે, દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે કેદ છે. બોલીવુડ સેલેબ્સ પણ ઘરે જ રહીને આ ખતરનાક કોરોનાવાયરસ સામે લડી રહ્યા છે.

Image Source

લોકડાઉન વચ્ચે, અભિનેત્રી આલિયા ભટ્ટે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં આલિયા ભટ્ટના વાળ પણ કપાયેલા જોવા મળી રહ્યા છે. લોકો આલિયા ભટ્ટના આ ફોટો પર ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અભિનેતા રણબીર કપૂરે આલિયા ભટ્ટને એક નવા હેરકટ આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

આલિયા ભટ્ટે જે ફોટો શેર કર્યો છે તે તેની એક સેલ્ફી છે, તે તેના ઘરના જીમમાં લેવામાં આવ્યો છે. જેમાં આલિયાના હેરકટે બધાનું જ ધ્યાન ખેંચ્યું છે. ફોટો શેર કરતા આલિયા ભટ્ટે કૅપ્શનમાં લખ્યું કે, ’60 દિવસ પછી હું મજબૂત, ફીટ અને બર્પ્સમાં વધુ સારી બની ગઈ છું. દોરડા કૂદવામાં હું વધુ સારી બની ગઈ છું. પુશ અપ્સમાં હું વધુ સારી બની ગઈ છું. રનિંગ માટે જૂનુની, યોગ્ય ખાવા માટે સુપર જૂનુની અને આગામી ચેલેન્જની રાજ હોઈ રહી છે.’ તેના વાળ કાપવાની વાત કરતા આલિયા ભટ્ટે લખ્યું, ‘હા, મેં ઘરે મારા વાળ કાપી નાખ્યા છે. મારા લવ્ડ વનનો આભાર કે જયારે મને જરૂર હતી, ત્યારે આગળ આવ્યો.’

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

હવે, આલિયા ભટ્ટની તાજેતરની ઇન્સ્ટા પોસ્ટથી તેના ચાહકોને આશ્ચર્ય થઈ રહ્યું છે કે શું રણબીરે તેને ઘરે એક સરસ હેરકટ આપ્યું છે. આલિયાને ચીડવતા, એક ચાહકે પૂછ્યું, ‘રણબીર સાહેબ આજે વાળંદ બન્યા છે?’ જ્યારે અન્ય એકે કોમેન્ટ કરી, ‘અને મેમ રણબીર ભાઈ કેમ છે?’ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક કપલ તરીકે પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

વરકફ્રન્ટની વાત કરીએ તો જલ્દી જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી પહેલી વાર ‘બ્રહ્માસ્ત્ર’ના માધ્યમથી મોટા પડદે એક સાથે દેખાશે. આ ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ સિવાય આલિયા ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં પણ મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.