29 વર્ષની ઉંમરે આલિયા ભટ્ટ બની ગઇ છે કરોડોની માલકિન, બનવા જઇ રહી છે કપૂર પરિવારની વહુ

ફિલ્મો અને જાહેરાતથી મોટી કમાણી કરે છે આલિયા ભટ્ટ, દેશ વિદેશમાં છે ફ્લેટ…કુલ સંપત્તિ સાંભળીને હોંશ ઠેકાણે નહિ રહે

બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઘણી નાની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આલિયાની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવે છે. ફિલ્મ સાથે આલિયા કંઇના કંઇ એક્સપરિમેન્ટ કરે છે જેના કારણે તે બધી વખત પ્રશંસા મેળવી લે છે. આલિયાનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આલિયા ભટ્ટનું નામ આજના સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે, જેના કારણે તે તેના ફેન્સના દિલ પર રાજ કરે છે.

થોડા સમય પહેલા જ આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આલિયા ભટ્ટ ફિલ્મોથી કરોડોની કમાણી કરે છે. આલિયા ભટ્ટે વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા સાથે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળ્યા હતા. આ ત્રણેય સ્ટાર્સની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં આલિયાને ખૂબ પસંદ કરવામાં આવી હતી પરંતુ તેણે નેપોટિઝમના આરોપોનો પણ સામનો કરવો પડ્યો હતો.

ઘણા લોકોનો આરોપ છે કે આલિયા કોઈ પણ સંઘર્ષ વિના સરળતાથી ફિલ્મી દુનિયામાં આવી ગઈ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આલિયાને તેના પહેલા રોલ માટે ઘણી મહેનત કરવી પડી હતી. આલિયા ભટ્ટે તેની પ્રથમ ફિલ્મ માટે 400 લોકો વચ્ચે ઓડિશન આપ્યું હતું અને તે પછી જ તેને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીએ તેની ઘણી શાનદાર ફિલ્મોથી સાબિત કર્યું છે કે તે અભિનયની બાબતમાં કોઈનાથી ઓછી નથી. આલિયાએ ઘણી હિટ ફિલ્મો કરી છે, જેમાં તેની મજબૂત સ્ટાઈલ પણ જોવા મળી હતી.

આ લિસ્ટમાં ‘રાઝી’, ‘ગલી બોય’, ‘ઉડતા પંજાબ’, ‘ડિયર ઝિંદગી’, ‘હાઈવે’, ‘2 સ્ટેટ્સ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ સહિત ઘણી ફિલ્મો સામેલ છે. આ ફિલ્મોમાં આલિયાના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આલિયાએ ખૂબ જ ઓછા સમયમાં પોતાના દમ પર એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. તે કરોડોની સંપત્તિની માલિક છે અને એક ફિલ્મ કરવા માટે તગડી રકમ વસૂલે છે.રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 158 કરોડ રૂપિયા છે તે એક ફિલ્મ કરવા માટે 9-10 કરોડ રૂપિયા લે છે.

આલિયા પાસે બાંદ્રામાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 32 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આલિયાનું લંડનમાં પણ ઘર હોવાના અહેવાલ છે. આલિયાને પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ છે. હાલમાં જ આલિયાએ જુહુમાં પોતાના માટે એક ઘર પણ ખરીદ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આલિયાની નેટવર્થમાં ઘણો વધારો થયો છે.

ફિલ્મો ઉપરાંત, તેની કમાણીનો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, મોડેલિંગ અને સ્ટેજ પરફોર્મન્સ છે. આલિયા ભટ્ટનું મુંબઈમાં ખૂબ જ આલીશાન ઘર છે. આ ઘરને રિચા બહેલે ડિઝાઇન કર્યું છે. આ ઘરમાં તે તેની બહેન શાહીન સાથે રહે છે. આલિયા પાસે લક્ઝરી વાહનો પણ છે. તેને કારનો ખૂબ શોખ છે. તેની સાથે Audi Q7, Audi Q5, BMW 7 સિરીઝ, રેન્જ રોવર સહિત અનેક વાહનો છે.

આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.કેટલાક રીપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવ્યો છે કે આલિયાએ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ માટે 9 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. ત્યાં, ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે સંજય લીલા ભણસાલી પાસેથી આલિયાએ 20 કરોડ રૂપિયા ફી લીધી હતી.

Shah Jina