આલિયા જ નહિ પરંતુ આ હિરોઇનો પણ લગ્નના કેટલાક દિવસો બાદ જ થઇ ગઇ હતી પ્રેગ્નેટ, એકે તો બેબી બંપ છૂપાવી લીધા હતા ફેરા

જ્યારથી આલિયા ભટ્ટે તેની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા છે ત્યારથી કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ છે. આલિયાની માતા સોની રાઝદાન અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમાએ આલિયા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. આલિયાની પ્રેગ્નેંસીના સમાચારથી ચાહકો ઘણા ખુશ છે અને તેઓ કપલને અભિનંદન આપી રહ્યા છે. આલિયા અને રણબીરે લગ્નના 2 મહિના બાદ જ આ ખુશખબર આપી છે. આલિયા એકમાત્ર એવી અભિનેત્રી નથી જેણે લગ્ન પછી તરત જ પ્રેગ્નેંસીની જાહેરાત કરી છે.

એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી તરત જ ચાહકો સાથે પ્રેગ્નન્સીના સારા સમાચાર શેર કર્યા હતા. કેટલીક તો લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઇ હતી.આલિયા પહેલા એવી ઘણી અભિનેત્રી છે જેણે લગ્નના કેટલાક દીવસ બાદ જ પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. આલિયા ભટ્ટે લગ્નના ત્રીજા જ મહિને કપૂર પરિવારને ગુડ ન્યુઝ આપી છે. આલિયાએ રણબીર કપૂર સાથેની પોતાની સોનોગ્રાફી દરમિયાનની પ્રેમાળ તસવીર શેર કરી છે અને પોતાના આવનાર બાળકનું એલાન કરી દીધુ છે. તસવીરમાં આલિયાની ખુશી જોતા જ બની રહી છે.

દીયા મિર્ઝા: અભિનેત્રી દીયા મિર્ઝાએ લગ્નના કેટલાક દિવસ બાદ તેનું પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. પ્રેગ્નેંસી કોમ્પ્લિકેશન્સ બાદ પણ દિયા મિર્ઝાએ તેના પુત્રને જન્મ આપ્યો. દિયા મિર્ઝાએ આ વર્ષે 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. દિયા મિર્ઝાએ વૈભવ સાથે લગ્ન કર્યાના ચાર મહિના બાદ જ પુત્રને જન્મ આપ્યો હતો. એવું કહેવાય છે કે દિયા મિર્ઝાએ પ્રેગ્નેન્સીમાં જ વૈભવ સાથે સાત ફેરા લીધા હતા.

નેહા ધૂપિયા: અંગદ બેદી સાથેના અફેરને લીધે નેહા ધુપિયાની ગર્ભાવસ્થાને લીધે બંન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા હતા. એક ઇન્ટરવ્યૂમાં અંગદ બેદીએ પણ ખુલાસો કર્યો હતો કે લગ્ન પહેલા જ નેહા પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી.

અમૃતા અરોરા: મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ બીઝનેસમેન શકીલ લડક સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા જ અમૃતા ગર્ભવતી થઇ ગઈ હતી અને લગ્નના અમુક જ મહિના પછી અમૃતાએ દીકરાને જન્મ આપ્યો હતો.

નતાશા સ્ટેનકોવિક: અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લગ્ન પહેલા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. નતાશા ગર્ભાવસ્થાના સમગ્ર તબક્કા દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી અને તેના બેબી બમ્પની એક કરતા વધુ અદભૂત તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.

કોંકણા સેન શર્મા: ‘આજા નચ લે’ માં પોતાના કો-સ્ટાર રહેલા રણવીર શૂરી સાથે કોંકણા સેનની નજીકતા વધી ગઈ હતી અને પ્રેગ્નેન્ટ થઇ ગઈ. જેના પછી બંન્નેએ પ્રાઇવેટ સરેમનીમાં વર્ષ 2010 માં લગ્ન કરી લીધા અને લગ્નના અમુક જ મહિના પછી કોંકણાએ દીકરા હારુનને જન્મ આપ્યો હતો.

શ્રી દેવી: ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ની શૂટિંગ દરમિયાન શ્રીદેવી અને બોની કપૂર વચ્ચે નજીકતા વધવા લાગી હતી અને પહેલાથી જ વિવાહિત બોની કપૂર શ્રીદેવીને પ્રેમ કરવા લાગ્યા હતા. એવામાં શ્રીદેવીની પ્રેગ્નેન્ટ હોવાની જાણકારી મળતા જ બોની કપૂરે પત્ની મોના કપૂર સાથે છૂટાછેડા લીધા અને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના અમુક જ મહિનામાં શ્રીદેવીએ જાહ્નવી કપૂરને જન્મ આપ્યો હતો.

Shah Jina