કપૂર ખાનદાનની વહુ બનતા જ ખૂબ જ બોલ્ડ થઇ આલિયા ભટ્ટ, શોર્ટ્સ અને ઓવરસાઇઝ શર્ટમાં કૂલ અંદાજમાં થઇ સ્પોટ

લગ્ન બાદ આલિયા પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, ના સિંદૂર, ના મંગળસૂત્ર…લગ્ન બાદ નાના થઇ ગયા છે આલિયા ભટ્ટના કપડા, લોકો બોલ્યા- કોણ કહે છે કે હમણા જ લગ્ન થયા છે ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ લગ્ન બાદથી જ તેના સિમ્પલ લુક્સના કારણે છવાયેલી છે. જ્યારે લગ્નમાં દુલ્હનિયાનાનો મિનિમલ મેકઅપ લુક હેડલાઇન્સ બન્યો હતો, ત્યારે આલિયા જ્યારે પણ લગ્ન પછી ઘરની બહાર સ્પોટ થતી હતી ત્યારે તે ખૂબ જ સિમ્પલ સ્ટાઇલમાં જોવા મળી હતી. આલિયાને જ્યારે પહેલીવાર સ્પોટ કરવામાં આવી ત્યારે પણ તેણે સિંદૂર કે બિંદી પણ લગાવી ન હતી. આલિયા ભટ્ટના લગ્ન પોસ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

આલિયા ભટ્ટના લગ્ન પછીની કેટલીક એવી તસવીરો સામે આવી છે, જેમાં આ નવી નવેલી વહુ શોર્ટ ડ્રેસમાં જોવા મળી. હાલમાં જ આલિયા તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ માટે નીકળી હતી. આવી સ્થિતિમાં પેપરાજીએ તેને મુંબઈ એરપોર્ટ પર જોઇ. આ દરમિયાન અભિનેત્રીનો લુક ઘણો ચર્ચામાં રહ્યો. આલિયા કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે શોર્ટ્સ સાથે ઓવરસાઈઝ શર્ટ પહેર્યો હતો. જો કે, શર્ટ ઓવરસાઝ હોવાને કારણે તેના શોર્ટ્સ જોઇ શકાતા ન હતા.

જો કે, હવાના કારણે જયારે તેનો શર્ટ થોડો ઉડ્યો ત્યારે ખબર પડી કે તેણે શર્ટ નીચે શોર્ટ્સ પણ પહેર્યા છે.. ત્યારે આલિયાને રોજ રોજ શોર્ટ ડ્રેસમાં જોઇને ચાહકોનું કહેવું છે કે લગ્ન પછી આલિયાના ડ્રેસ નાના થઈ રહ્યા છે. અભિનેત્રી એક એડ શૂટ પછી મોડી રાત્રે સ્પોટ થઇ હતી. આ દરમિયાન આલિયા બ્લુ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાનની આલિયાની તસવીરો અને વીડિયોએ સોશિયલ મીડિયા પર ઘણા હેડલાઇન્સ બનાવી હતી. આલિયાનો છેલ્લા કેટલાક દિવસોથી લુક ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.

લગ્ન બાદ આલિયા અને રણબીર તેમના વર્ક કમિટમેન્ટ્સને કારણે શૂટિંગમાં વ્યસ્ત છે. લગ્ન પછી જ્યારે પણ આલિયાને સ્પોટ કરવામાં આવી ત્યારે તે એકલી દેખાતી હતી. તેને જોઇને યુઝર્સનું કહેવું છે કે એવું નથી લાગતું કે આલિયા કપૂર થોડા દિવસો પહેલા કપૂર પરિવારની વહુ બની છે. લગ્ન બાદ આલિયાનો શોર્ટ ડ્રેસ લુક પહેલીવાર તેની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન આલિયા શિમરી વન પીસ શોર્ટ ડ્રેસમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી.

આલિયા ભટ્ટના મિત્રોએ ઇન્સ્ટાગ્રામ પર રિસેપ્શન પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં નવી નવેલી દુલ્હન આલિયાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો હતો.જણાવી દઇએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલના રોજ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. જે બાદ બંને પોતપોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આલિયા ‘રોકી અને રાની કી લવસ્ટોરી’નુ શૂટિંગ કરી રહી છે, તો રણબીર પણ તેની આગામી ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે. તેનો અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો એક સીન પણ સોશિયલ મીડિયા પર લીક થયો હતો, જેમાં તે બંને મનાલીમાં જોવા મળ્યા હતા.

Shah Jina