“બ્રહ્માસ્ત્ર” ફિલ્મમાં આલિયા ભટ્ટની નકલ કરીને આ છોકરીએ લોકોને પેટ પકડીને હસાવ્યા, જબરદસ્ત વાયરલ થયો વીડિયો, જુઓ

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઇ હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મ રિલીઝ થયા બાદથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. કેટલાક લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે તો કેટલાક તેને બકવાસ પણ ગણાવી રહ્યા છે. જો કે, મોટાભાગના દર્શકોમાં આ ફિલ્મ પ્રત્યે જબરદસ્ત ક્રેઝ છે. ત્યારે હવે આલિયા ભટ્ટના પાત્ર ઈશાની નકલ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’માં ઈશાની ભૂમિકામાં છે, જેની ચાંદની નામના સોશિયલ મીડિયા યુઝરે નકલ કરી છે. ચાંદની આલિયા ભટ્ટની નકલ કરવા માટે જાણીતી છે. ચાંદનીએ આ મિમિક્રી વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે ‘બ્રહ્માસ્ત્ર’માંથી ઈશા એટલે કે  આલિયાના પાત્રની નકલ કરી રહી છે. આ નાનકડા વીડિયોમાં તે રણબીર કપૂરના પાત્ર ‘શિવા’નું નામ લેતી જોવા મળે છે.

ચાંદનીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ચાંદની શિવ-શિવ કહી રહી છે અને તેણે તેને પોતાની રીતે રિક્રિએટ કર્યું છે. લોકો ચાંદનીની આલિયાની નકલ કરવાની સ્ટાઈલના દિવાના બની ગયા છે અને તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક દિવસ પહેલા આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘ફિલ્મ કરતાં આ વીડિયોની વધુ રાહ જોઈ રહ્યો હતો’, જ્યારે બીજાએ લખ્યું, ‘મજા આ ગયા યાર’.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા’ તેની રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત શાહરૂખ ખાને વાનર અસ્ત્ર તરીકે એક કેમિયો કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મે ચાર દિવસમાં 141.29 કરોડનું કલેક્શન કર્યું છે.

Niraj Patel