બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને પ્રિન્સ ચાર્મિંગ રણબીર કપૂર તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આલિયા અને રણબીર લગ્ન બાદથી જ ચર્ચામાં છે. નવપરિણીત આલિયા ભટ્ટ આ દિવસોમાં તેના ચાહકોનું ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહી છે. રણબીર કપૂર સાથે લગ્નના 5 દિવસ પછી આલિયા કામ પર પાછી ફરી. રાજસ્થાનમાં તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું શેડ્યૂલ પૂર્ણ કર્યા બાદ તે ગયા શનિવારે મુંબઈ પરત ફરી હતી.
ત્યારે આ દરમિયાન રવિવારે મિસિસ કપૂર શહેરમાં જોવા મળી હતી, જ્યાં તે ફરી એકવાર તેના ગ્લેમરસ દેખાવથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળી હતી. તેની આ તસવીરો હવે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. લુકની વાત કરીએ તો આલિયા ભટ્ટ બ્લૂ કલરના મિની ડ્રેસમાં લાઇમલાઇટ લૂંટતી જોવા મળી હતી. તેણે તેના વાળને બનમાં કેરી કર્યા હતા અને સાથે તેણે મિનિમલ મેકઅપ પણ કર્યો હતો.
લગ્ન બાદથી આલિયા અને રણબીર બંને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. બંને પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. કપૂર પરિવારની નવી દુલ્હન રવિવારે મોડી રાત્રે શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં તેણે ન તો સિંદૂર લગાવ્યું હતું કે ન તો બિંદી અને ના તો મંગળસૂત્ર, જો કે, આ દરમિયાન તેનો પતિ રણબીર કપૂર પણ તેની સાથે નહોતો. વાસ્તવમાં રણબીર શૂટિંગના કારણે મુંબઈની બહાર ગયો છે.
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ એક એડ શૂટ માટે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લુ કલરના શોર્ટ ડ્રેસ અને વાળમાં બનેલા બનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રવિવારે મોડી રાત્રે આલિયાને મુંબઈમાં પેપરાજીએ સ્પોટ કરી હતી. આ દરમિયાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે અને આલિયાનો આ લુક પણ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની ગયો છે. આ દરમિયાન આલિયાના એક ફેને તેને ગિફ્ટ પણ આપી હતી, જેને આલિયાએ ખૂબ જ ખુશી સાથે સ્વીકારી હતી.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયાના ફેને એક ખાસ કેક ગિફ્ટ કરી છે. આ કેક પર રણબીર અને આલિયાના લગ્નનો ફોટો દેખાઈ રહ્યો છે. આ કેક જોઈને આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે 14 એપ્રિલે બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત તેની પાસે બ્રહ્માસ્ત્ર પણ છે, જેમાં તે તેના પતિ રણબીર, મૌની રોય અને અમિતાભ બચ્ચન સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.