પિંક ટ્રાન્સપરન્ટ ટોપમાં આલિયા ભટ્ટે દેખાડી દીધો તેનો મોટો બેબી બંપ, એકસાથે જોવા મળ્યા પેરેન્ટ્સ ટુ બી આલિયા અને રણબીર

આ દિવસોમાં બોલિવુડના ગલિયારામાં જોઇ કોઇની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, તો તે છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. રણબીર અને આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન એક પ્રાઇવેટ સેરેમનીમાં યોજાયા હતા,જેમાં માત્ર પરિવારના લોકો અને એકદમ નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતા. તે બાદ લગ્નના 2 મહિના પછી આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાની પ્રેગ્નેંસીની જાણકારી આપી હતી, જેને સાંભળીને લોકો ચોંકી ગયા હતા.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે. હાલમાં જ આલિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં આલિયા બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આલિયા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને પ્રમોશન દરમિયાન આલિયાની આ તસવીરો સામે આવી છે. આલિયા ભટ્ટે ટ્રાન્સપરન્ટ પિંક આઉટફિટ સાથે બ્લેક જેકેટ પહેર્યું છે.

આલિયા પર પ્રેગ્નેંસીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આલિયાએ આ આઉટફિટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ચાહકો આલિયાની ક્યૂટનેસને પસંદ કરી રહ્યા છે. આલિયા ઉપરાંત રણબીર કપૂર પણ પ્રમોશન દરમિયાન જોવા મળ્યો હતો અને આ દરમિયાન તે તેની પત્ની પર પ્રેમ પણ વરસાવી રહ્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અલગ-અલગ અંદાજમાં ફોટો પડાવવા માટે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન શરૂ કરી દીધું છે, જે 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. આ કપલની ઘણી તસવીરો આ દરમિયાન સામે આવી છે, જેમાં તમે પહેલીવાર આલિયાને બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોશો. ફિલ્મના પ્રમોશન દરમિયાન કપલે ફોટોગ્રાફર્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા. પોઝ આપતી વખતે રણબીર ક્યારેક તેની પત્ની સાથે રોમાંસ કરતો જોવા મળ્યો હતો

તો ક્યારેક તે બેબી બમ્પ તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રને બનાવવામાં લગભગ 4-5 વર્ષનો સમય લાગ્યો હતો અને આ જ વર્ષોમાં બંને સ્ટાર્સ વચ્ચે રોમાંસ શરૂ થયો હતો. આ ફિલ્મમાં પહેલીવાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બંને સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina