રશ્મિકા-કાજોલ-કેટરીના બાદ હવે આલિયા ભટ્ટ પણ થઇ ડિપફેક વીડિયોનો શિકાર- બોલ્ડ વીડિયો જોઇ ભડક્યા લોકો

રશ્મિકા મંદાના અને કાજોલ બાદ હવે આલિયા ભટ્ટનો ડિપફેક વીડિયો વાયરલ, ડરાવવા લાગ્યુ છે AI

lia Bhatt Deepfake Video: રશ્મિકા મંદાના, કેટરીના કૈફ અને સારા તેંદુલકર બાદ હવે આલિયા ભટ્ટ પણ ડીપફેક વીડિયોની શિકાર થઇ છે. આલિયાના આ ડીપફેક વીડિયોમાં એક છોકરી અશ્લીલ ઇશારા કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ ચાહકો પણ શોક્ડ છે. ત્યારે એકવાર ફરી ડીપફેક વીડિયોએ લોકોની ચિંતા વધારી દીધી છે.

આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર

આ વાયરલ વીડિયોમાં એક છોકરી ફ્લોરલ પ્રિંટનો કો-ઓર્ડ સેટ પહેરેલી જોવા મળી રહી છે અને તે કેમેરા તરફ ખોટા ઇશારા કરી રહી છે. જો કે, જ્યારે તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ છોકરી આલિયા નથી. આ સાથે તમને એ પણ ખબર પડી જશે કે આલિયાના ચહેરાને કોઇ બીજાની બોડી પર ચિપકાવવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર મચી બબાલ

છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવુડ હસીનાઓના ડીપફેક વીડિયોએ સોશિયલ મીડિયા પર બવાલ મચાવી છે. સાઉથ એક્ટ્રેસ રશ્મિકાનો પણ ડીપફેક વીડિયો થોડા સમય પહેલા જ વાયરલ થયો હતો. તે બાદ કેટરીના કૈફ અને સારા તેંદુલકર પણ આનો શિકાર બની. એટલું જ નહિ, AIથી બનાવવામાં આવેલ આ ડીપફેક વીડિયોને લઇને લોકોના મનમાં ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરવાને લઇને સવાલ ઉઠી રહ્યા છે.

Shah Jina