ખબર મનોરંજન

પ્રેગ્નેટ આલિયા ભટ્ટે કર્યો પતિ રણબીર કપૂરના ગીત પર ડાન્સ, કરણ જોહરથી આ જોઈને ન રહેવાયું, જુઓ શું કરી બેઠો

બોલીવુડના રોમેન્ટિક કપલમાંના એક એવા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. લગ્નના બે મહિના બાદ જ આલિયાએ પોતાની ગર્ભાવસ્થાની જાણ ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. ગર્ભવતી હોવા છતાં પણ આલિયાએ પોતાના કામથી બ્રેક નથી લીધો અને તે લગાતાર પોતાની ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં આલિયાની ફિલ્મ ડાર્લિંગનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ થયું છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું છે.

આ સિવાય આલિયા પોતાની આવનારી અન્ય ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને લીધે પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એવામાં તાજેતરમાં જ આલિયાએ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને તેની નાની એવી ઉજવણી પણ કરી હતી.કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મને લઈને આલિયાનો એક શાનદાર વિડીયો સામે આવ્યો છે.

જેમાં ગર્ભવતી આલિયા પતિ રણબીર કપૂરની ફિલ્મના ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.આ વિડીયો રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના શૂટિંગ સેટ પરનો છે, જેને કરણ જોહરે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, અને સાથે જ મેકર્સે એ પણ જણાવ્યું છે કે આલિયાએ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આલિયા રણબીર કપૂરની ફિલ્મના ગીત ચન્ના મેરેયા પર ઝૂમતી જોવા મળી રહી છે.

આલિયા સાથે કો-એક્ટર રણવીર સિંહ પણ તેની સાથે તાલ મિલાવતા દેખાઈ રહ્યો છે.કરણ જોહરે વિડીયો શેર કરીને લખ્યું કે,”જુઓ મારી રાનીનો રૈપ-અપ તો મારો રોકી કેવી રીતે ચીયર અપ કરી રહ્યો છે. રાનીએ આ પ્રેમ કહાની પર કામ કરી લીધું છે, હવે રોકી તું પણ આવી જા કામ ખતમ કરવાના મેદાનમાં. ગીતનું સિલેક્શન મારી ઈમોશનલ લાઇબ્રેરીથી છે”.

આલિયાએ આ ફિલ્મનું પોતાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કરી લીધુ છે, જ્યારે રણવીર સિંહ પોતાના ભાગની શૂટિંગ પૂર્ણ કરશે. વીડિયોમાં અન્ય લોકો પણ તાળીઓ વગાડતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં આલિયા પોતાના મોઢામાં ચમચી લઈને ફની અંદાજમાં ડાન્સ કરે છે જેમાં તે  ખુબ જ ક્યૂટ લાગી રહી છે અને તેના ચેહરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

એ તો બધા જાણે જ છે કે કરન જોહર આલિયાને પોતાની દિકરી માને છે. આલિયાના લગ્ન પર પણ કરણે ભાવુક પોસ્ટ લખી હતી. અને જયારે માં બનવાની ગુડ ન્યુઝ આલિયાએ આપી ત્યારે પણ કરણ ભાવુક થઈને રોઈ પડ્યા હતા. બોલીવુડમાં પણ કરણ આલિયાના બિગ સપોર્ટર માનવામાં આવે છે. આલિયાનો આ વિડીયો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

આલિયા ફિલ્મ ડાર્લિંગ દ્વારા પ્રોડ્યુસરના રૂપે પોતાની શરૂઆત કરવા જઈ રહી છે. આ સિવાય આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે, જેમાં આલિયા-રણબીર કપૂરનીનો જોડી પહેલી વાર જોવા મળશે. જણાવી દઈએ કે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની વર્ષ 2023માં રિલીઝ થશે જેની ઘોષણા કરને પોતાના 50માં જન્મદિવસે કરી હતી.